મોરબી જિલ્લામાં દરેક શાળામાં રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા કક્ષાની વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કૃમિ ગોળીઓ ખવડાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલામઅલી પરાસરા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા. જેમણે કૃમિની ગોળીઓ અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું.
નોંધનીય છે કે, મોરબી જિલ્લાની 768 પ્રાથમિક શાળા, 214 માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 837 આંગણવાડી તેમજ અન્ય સંસ્થાઓ મળી કુલ 1843 સંસ્થાઓ 2.5 લાખ બાળકોને તેમજ શાળા કે, આંગળવાડી નોંધાયેલા કે, ન નોંધાયેલા 1 થી 19 વર્ષ ધરાવતા લોકોને આ કૃમિનાશક ગોળી ખવડાવી કૃમિ સામે રક્ષણ આપવા આવ્યું હતું.