ETV Bharat / state

વાંકાનેર સજ્જડ બંધ, વેપારીઓએ વિશાળ રેલી યોજી બંધને સમર્થન આપ્યું - Ganesh festival in Wankaner

વાંકાનેરમાં ગણેશ મહોત્સવ માટે પાલિકા હસ્તકના ગ્રાઉન્ડમાં મંજુરી આપવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા. મંજુરી નહીં મળતા સંતો મહંતો તેમજ વેપારી સંગઠનોએ મંગળવારે બંધનું એલાન આપ્યું હતું. જેમાં વાકાનેરના વેપારીઓએ બંધ પાળી આંદોલનને સમર્થન આપ્યું છે.Ground of Wakaner RSS, Bandh announced in Wankaner, Ganesh Chaturthi 2022

વાંકાનેર સજ્જડ બંધ, વેપારીઓએ વિશાળ રેલી યોજી બંધને સમર્થન આપ્યું

author img

By

Published : Aug 30, 2022, 7:48 PM IST

મોરબી વાંકાનેરમાં ગણેશ મહોત્સવ(Ganesh Chaturthi 2022) માટે પાલિકા હસ્તકનું આરએસએસનું ગ્રાઉન્ડમાં મંજુરી આપવાની માંગ સાથે રાજકીય અગ્રણી જીતુ સોમાણી ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. સોમવાર સુધી મંજુરી નહીં મળતા સંતો મહંતો તેમજ વેપારી સંગઠનોએ મંગળવારે બંધનું એલાન(Bandh announced in Wankaner)આપ્યું હતું. જેમાં આજે બજારના વેપારીઓએ બંધ પાળી આવેદન પાઠવ્યું હતું.

વાંકાનેર સજ્જડ બંધ

ભાડે ગ્રાઉન્ડ આપવા માંગ વેપારીઓએ વિશાળ રેલી યોજી બંધને સમર્થન( Support the bandh by holding a rally)આપ્યું હતું અને બાદમાં આવેદન આપવામાં આવ્યું હતું. જે આવેદન અંગે જીતુ સોમાણીએ જણાવ્યું હતું કે ઉપવાસ આંદોલન છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. વર્ષોથી પાલિકા હસ્તકના ગ્રાઉન્ડમાં ધાર્મિક ઉત્સવ ઉજવાય છે. ગણેશ ઉત્સવ સમિતિને આરએસએસ ગ્રાઉન્ડ આપવા માંગ કરી છે તેમજ વહીવટદાર પર ગંભીર આક્ષેપો કરી જણાવ્યું હતું કે વહીવટદારની કોલ ડીટેલ કઢાવવી જોઈએ તેઓ કોની સુચના અને દોરવણીથી કામ કરે છે. તે સ્પષ્ટ થવું જોઈએ તેવા આક્ષેપો કરીને ટોકન ભાડે ગ્રાઉન્ડ આપવા માંગ કરી હતી.

આ પણ વાંચો શું તમે ક્યારેય પેંડા મોદક ઘરે બનાવ્યા છે,નહીં તો જાણો તેની રેસીપી

વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું બંધને સમર્થન આપનાર વેપારી એસોના પ્રમુખ વિનુ કોટકે જણાવ્યું હતું કે આરએસએસ ગ્રાઉન્ડ મળે તે માટે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું હતું. હિંદુ સંસ્થાઓ તેમજ વેપારી આગેવાનોએ વાંકાનેર પ્રાંત અધિકારીએ આવેદન આપ્યું છે. ધાર્મિક બાબતમાં વિવાદના હોવો જોઈએ સંવાદ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો રાજ્યના એવા ગણપતિ જ્યાં દર વર્ષે રાજ્યપાલ જ કરે છે પ્રથમ આરતી

રેલીને મંજુરી આપી નથી વાંકાનેર પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે રેલીને મંજુરી આપી ના હતી અને તેઓએ જાતે રેલી યોજી આવેદન પાઠવ્યું હતું. નગરપાલિકા ગ્રાઉન્ડ પરવાનગી બાબતે આવેદન આપ્યું છે જે એક વ્યક્તિને મળે તેવી રજૂઆત છે. વહીવટી દ્રષ્ટીએ પાલિકાનો વિષય હોવાથી પાલિકાને આવેદન ફોરવર્ડ કરાશે અને ચીફ ઓફિસર લેવલે નિર્ણય કરવામાં આવશે. વહીવટદાર પર આક્ષેપો કરવામાં આવ્યા હોય જે મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આક્ષેપો મામલે તેમને કોઈ સ્પષ્ટતા કરવાની રહેતી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.