મોરબી: લાંબા અંતરની મુસાફરીમાં નીકળતા પહેલા ઘરના લોક બરોબર લાગ્યા છે કે નહીં એ ખાસ ચેક કરી લેજો. બની શકે છે કે, ચોરનો ટાર્ગેટ કેશથી ભરેલું ઘર જ હોય. મોરબી જિલ્લામાં પુત્રને મળવા માટે ગયેલા દંપતિના ઘરમાં તસ્કરો 1 લાખથી વધારે રકમનો (Theft FIR Filed) હાથ ફેરો કરી ગયા છે. જેને લઈને કાયદેસરની પોલીસ ફરિયાદ માણિયામિયાણા પોલીસ મથકે (Madia Miyana police station) નોંધાઈ છે. દંપતી સરવડ ગામનું છે અને તેઓ તેના પુત્રને મળવા માટે મોરબી ગયા હતા. પાછળથી એના ઘરેથી કુલ રૂપિયા 1,47,000 ની ચોરી થઈ હતી.
પાંચ ઘરના તાળા તૂટ્યાઃ ગામમાં અન્ય પાંચ સ્થળે તસ્કરોના ધામ માળીયા તાલુકાના સરવડ ગામે પ્રૌઢ દંપતી(robbery in Saravad village) પોતાના પુત્રને મળવા મોરબી ગયા હતા. પાછળથી તક્સરોએ તેમના બંધ ઘરને ટાર્ગેટ કરીને રૂપિયા 1.49 લાખના મતાની ચોરી કરી હતી. આ મામલે માળીયા પોલીસ મથક(Malia Police Station ) ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે. જેમાં ફરિયાદીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેમની સાથે અન્ય પાંચ મકાનમાં પણ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. જો કે અન્ય કોઈએ પોલીસ ફરિયાદ દાખલ નથી કરી.
આ પણ વાંચોઃ MVM કોલેજ જાતીય સતામણીનો મામલો, પ્રોફેસર વિરુદ્ધ FIRની તજવીજ હાથ ધરાઈ
ચાર દિવસથી ઘર બંધઃ ચાર દિવસથી દીકરાના ઘરે હતા દંપતી માળિયાના સરવડ ગામે રહેતા અમ્રુતલાલ છગનલાલ લોદરીયાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સરવડ ગામમા રામજી મંદીર(Ramji Mandir in Saravad village) પાસે રહે છે અને તેમનો દીકરો દીકરો મોરબી રવાપર ધુનડા રોડ ઉપર આવેલ લોટ્સ સોસાયટીમા તેના પત્નિ સાથે રહે છે. જેથી અમ્રુતલાલ તથા તેમના પત્નિ વિદ્યાબેન તેમના મકાને તાળુ મારી છેલ્લા ચાર દીવસથી દીકરાના ઘરે હતા.
પાડોશીએ જાણ કરીઃ પાડોશીએ ફોન કરી તાળા તૂટ્યા હોવાની માહિતી આપી ગત તારીખ 28 ના રોજ તેમના પાડોશી ભરતભાઇ મોહનભાઇ વીલપરાએ તેમને જણાવ્યુ હતું કે, તમારા મકાનના દરવાજાનું તાળુ તુટેલ છે અને અંદરનો સામાન વેર વીખરેલ પડેલ છે' તેમ વાત કરતા અમ્રુતલાલ મોરબીથી સરવડ ખાતે આવ્યા હતા. અને તેમના ઘરે પહોચતા મકાનના મેઇન દરવાજાનુ તાળુ તુટેલું હતુ. ઓસરીમાં લગાવેલ લોખંડની ગ્રીલનુ પણ તાળુ તુટેલ હતુ. રૂમમા સામાન વેર વીખેર પડેલ હતો. લાકડાના કબાટમાં રાખેલ વસ્તુઓ બધી બહાર પડેલ હતી.
આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં પરિચિતની હત્યા કરીને આત્મહત્યાનું કાવતરું ઘડતા વૃદ્ધની ધરપકડ
દાગીના ગાયબઃ કબાટમાં રાખેલ સોનાના દાગીનાના ખાલી બોક્સ બહાર પડેલા હતા. અને કબાટમાં રાખેલ રૂપીયા 27,000 જે રૂપીયા તેમની ખેતીની ઉપજના હતા. તેમજ કબાટમાં રાખેલ સોનાનો હાર,ચેન બુટી જે નંગ-03 મળી આશરે 44 તોલા વજન થતું હતુ. તેની આશરે કિમત રૂપિયા 1,20,000 હતી. તે સહિત કુલ રૂપિયા1,47,000 ની ચોરી થઈ હતી.
મકાનમાં પણ ચોરીઃ પાંચ જેટલા મકાનના તાળા પણ તૂટ્યા વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તેમના મકાનની સાથે સરવડ ગામમા રહેતા જયંતીભાઇ ઉર્ફે ભીખાભાઇ ચતુરભાઇ કાવર તથા પાછળની શેરીમાં રહેતા વસંતભાઇ લાલજીભાઇ સરડવા તથા રણછોડભાઇ રામજી ભાઇ ચીખલીયા તથા ઘનશ્યામભાઇ ગોવીંદભાઇ વીલપરા તથા જયસુખભાઇ સવજીભાઇ લોદરીયા તથા ભુદરભાઇ છગન લોદરીયાનાઓના મકાનમાં પણ ચોરી થઈ હતી. જે મામલે માળિયા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે