ETV Bharat / state

લવ, લગ્ન અને લોસ્ટ.....મરવા મજબૂર થયા પ્રેમીઓ - Morbi Crime Case

મોરબીના જસમતગઢ ગામ નજીક પ્રેમી પંખીડાએ આત્મહત્યા (Morbi Suicide Case) કરતા અરેરાટી ફેલાઈ ગઈ છે. આ પ્રેમી પંખીડાઓના લગ્ન પણ થઈ ગયા છતાં આત્મહત્યાનો (Jasmatgarh Lovers Suicide) બનાવ બનતા ચકચાર મચી ઉઠી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક (Morbi Lovers Suicide) દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રેમની વાતો કોઈ પ્રેમીઓ જાણે : મોરબીમાં એક પ્રેમી પંખીડાએ વૃક્ષને કર્યું મજબૂર

author img

By

Published : May 9, 2022, 3:53 PM IST

મોરબી : રાજ્યમાં સતત આત્મહત્યાના કેસ (Gujarat Suicide Case) વધતા જાય છે. થોડા સમય પહેલા રાજકોટમાં માસુમ 10 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા સમગ્ર વિસ્તારમાં આઘાત છવાયો હતો. ત્યારે ફરી મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પ્રેમી પંખીડાએ જોડે (Morbi Suicide Case) આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ઉઠી છે. જો કે ઘટનાની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ તાત્કાલિક દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : અને વેપારી અચાનક કૂવામાં કૂદી પડ્યો, ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ

કેવી રીતે કરી આત્મહત્યા - મોરબી શાપર ગામની સીમમાં જસમતગઢ ગામ જવાના રસ્તે લીમડાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હતી. શાપર ગામની સીમમાં 24 વર્ષીય નવઘણ પાંચિયા અને 20 વર્ષીય ગીતા ભુંડિયાએ વૃક્ષ સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા (Jasmatgarh Lovers Suicide) કરી લીધી હતી. બનાવને પગલે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સાથે મોરબી તાલુકા પોલીસની ટીમ પણ હોસ્પિટલ દોડી ગઈ હતી.

આ પણ વાંચો : Suicide in Arvalli: માતા જ બની બાળકની હત્યારી, એક ખોટા નિર્ણયે 6 વર્ષના બાળકનો લીધો ભોગ

આત્મહત્યા કરવા પાછળનું કારણ - બનાવ મામલે તપાસ અધિકારી ફિરોજ સુમરા પાસેથી મળતી માહિતી મુજબ મૃતક નવઘણ પાંચિયા અને ગીતા ભુંડિયા બંનેના અલગ અલગ વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. નવઘણના લગ્ન અંદાજે 2 વર્ષ પૂર્વે જ્યારે ગીતાના લગ્ન માત્ર 3 માસ પહેલા જ થયા હતા. જોકે બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંને પ્રેમી પંખીડાએ સજોડે આત્મહત્યા (Morbi Lovers Suicide) કરી લીધી છે. જોકે આત્મહત્યા ક્યાં કારણોસર કરી તે હાલ સ્પષ્ટ થયું નથી. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.