- મોરબી LCBએ બાતમીને આધારે દરોડો કર્યો
- Ayurvedic Herbal Tonicનો જથ્થા ઝડપાયો
- બોટલો Food and Drug Administrationને મોકલી આપશે
મોરબી : જિલ્લા SP એસ.આર. ઓડેદરાની સૂચનાથી LCB PI વી બી જાડેજાની ટીમે નવા મકનસર ગામે બાતમીને આધારે દરોડો કર્યો હતો. જેમાં નવા મકનસર ગામે રહેતા જયેશ ઉર્ફે લાલો મનસુખ આડેસરા કોળી નામનો શખ્સ પોતાની દુકાન અને રહેણાંક મકાને Ayurvedic Herbal Tonic જથ્થો રાખીને ગેરકાયદેસર રીતે બિલ આધાર વગર વેચાણ કરતો હતો.
Morabi LCB Teamએ રેડ કરીને દુકાન અને મકાનમાંથી Ayurvedic Herbal Tonicની નાની મોટી બોટલો મળી કુલ નંગ 9220 કિંમત રૂપિયા 7,83,800 આજને 1 મોબાઈલ કિંમત રૂપિયા 5000 મળીને કુલ રૂપિયા 7,88,000નો મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બોટલ માનવજીવન માટે હાનિકારક છે. શું તે બાબતે પોલીસે આ તમામ બોટલો Food and Drug Administrationને મોકલી અપાવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.