મોરબી: ઝુલતો પુલ તૂટી પડતા 136 વ્યક્તિઓના આ દુર્ઘટનામાં ( Morbi Bridge Collapse ) મોત થયા છે. જેમને માટે આજે સમગ્ર રાજ્યમાં શોક મનાવવામાં આવી રહ્યો છે. જેમાં ઘટના સમયના સીસીટીવી પણ સામે આવ્યા હતા.
3 સેકન્ડમાં ધ્વસ્ત 140 વર્ષ જૂનો બ્રિજ: આ મોરબી મચ્છુ નદી પર બનાવવામાં આવેલ 140 વર્ષ જૂનો બ્રિજ કે જે ખખડધજ હાલતમાં હતો તેનો રીનોવેશન કરવાનુ હતું, નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે બુધવારે 26 ઓક્ટોબરના રોજ લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો. પાંચ દિવસ બાદ બ્રિજ વચ્ચેથી તૂટ્યો હતો અને બ્રિજ ઉપર રહેલા 400થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા. અનેક લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટનાના CCTV ફુટેજ (Morbi Bridge Collapse CCTV) સામે આવ્યા છે.
ગુજરાત પોલીસનો વીડિયો થયો વાયરલ: ગત રવિવારના દિવસે ગુજરાતના ઇતિહાસની ગોજારી ઘટનાએ સમગ્ર દેશનું દિલ હચમચાવી નાખ્યું છે. જો કે આજ ઘટનામાં ગુજરાત પોલીસના એ વીડિયો (Morbi Police Video Viral) જેને લોકોના દીલ જીતી લીધા વાક્ય સાથે એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોતાના જીવની પરવા કર્યા વિના જ આ પોલીસ જવાન અન્ય ડૂબતા લોકોને બચાવતા દ્રશ્યો જોઈ પોલીસ માટે સન્માન જનક લાગણી થાય છે. મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતા 136 વ્યક્તિઓના આ દુર્ઘટનામાં મોત થયા છે. જેમને માટે આજે સમગ્ર રાજ્યમાં શોક મનાવવામાં આવી રહ્યો છે.
પોલીસે નવ આરોપીને ઝડપી લીધા: ઓરેવા કંપનીના મેનેજર સહિતના 9 આરોપીને (Morbi Bridge Collapse Accused) ઝડપી લીધા હતા. જે પૈકી પાંચને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, તો ચાર આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા 5 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ સોપવામાં આવ્યા છે. મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધ્યા બાદ પોલીસે નવ આરોપીને ઝડપી લીધા હતા. જે પૈકી ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ રહે ત્રણેય દાહોદ વાળા તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી રહે બંને મોરબી એમ પાંચ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.