- વાંકાનેરના અગાભી પીપળીયા ગામે પતિ-પત્નીના ઝઘડામાં ભાભીનો ભોગ લેવાયો
- દેરાણી-જેઠાણી વાત કરતા દેવરને સારું નહિ લાગતા ભાભીને માર મારતા મોત
- વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
મોરબીઃ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પતિ-પત્નીના ઝઘડા બાદ દેરાણી-જેઠાણી વાત કરતા હતા. જે સારું નહિ લાગતા દેવરે ભાભીને માર માર્યો હોતો. જેને પગલે ભાભીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી.
ઝઘડામાં ભાભીનો ભોગ લેવાયો
બનાવની મળતી માહિતી મુજબ અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હતો અને પતિ-પત્નીના ઝઘડા બાદ હીરાબેન ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે આવ્યા હતા. જે સારૂ નહિ લાગતા આરોપી મુકેશ ધારશીએ મીનાબેનને ગાળો આપતા ગાળો બોલવાનીના પાડી હતી. જેથી ઉશ્કેરાઈ જઈને મુકેશ ધારશીએ મીનાબેનને માર માર્યો હતો.
વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ઈજાગ્રસ્ત મીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.