- મોરબીમાં વિપક્ષનેતાએ સભા ગજવી હતી
- ભાજપ આકરા પ્રહાર કર્યા હતા
- લોકો વર્તમાન સરકારની નીતિરીતિના કારણે હેરાન-પરેશાન છેઃ પરેશ ધાનાણી
મોરબીઃ ધાનાણી કહ્યું કે, કોંગ્રેસે અગાઉ વેચેલો માલ લીધો હતો, જેની હવે પસ્તી થઈ ગયેલ છે. પણ મતદારો આ પેટા ચૂંટણીમાં વેચેલો માલ હવે નહી સ્વીકારે તેનો મને વિશ્વાસ છે. અગાઉ મતદારોએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા હતા, પણ કોંગ્રેસને ક્યાં ખબર હતી કે આ ઘડો કાચી માટીનો હતો માટે તે ફૂટી ગયો છે. પણ આ વખતે કોંગ્રેસ અને મતદારોને વફાદાર ઉમેદવાર જયંતીભાઈ જેરાજભાઇ પટેલને ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે.
તેને મતદારોના આશીર્વાદ સો ટકા મળશે કેમ કે, અત્યારે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, ઉદ્યોગકારો સહિતના લોકો વર્તમાન સરકારની નીતિરીતિના કારણે હેરાન-પરેશાન છે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ પેટા ચૂંટણીની અંદર આઠે આઠ બેઠક ઉપર ભાજપને મતદારો દ્વારા જો તમાચો મારવામાં આવશે. તો ભાજપની શાન ઠેકાણે આવી જશે તે નિશ્ચિત વાત છે. છેલ્લા એક મહિનાથી રાજ્ય સરકારના પ્રધાન મોરબી-માળિયા વિધાનસભા બેઠકના વિસ્તારની અંદર આંટાફેરા કરી રહ્યા છે અને અહીંના ઉદ્યોગકારોને યેનકેન પ્રકારે ધમકાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને 400 કરોડની પ્રદૂષણની નોટિસ આપવામાં આવી છે. તે મુદ્દાને ચર્ચા બનાવવામાં આવે છે, ત્યારે નોટીસના 400 કરોડ રૂપિયા ભરવાના બદલે કોંગ્રેસમા 200 કરોડ રૂપિયાનું રોકાણ કરશે તો કોંગ્રેસ દ્વારા ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય થાય તેવી કામગીરી કરી બનાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.