મોરબીઃ કેરી એ ફળોનો રાજા કહેવાય છે અને ઉનાળામાં કેરીની સિઝન આવતી હોય અને લોકો જલસાથી કેરી ખાતા હોય છે, પરંતુ આ વર્ષે મોરબીવાસીઓને કેરી વધારે ભાવે અને ઓછી કેરી ખાવા મળશે તેવું લાગી રહ્યું છે. હળવદ તાલુકાનું શિવપુર ગામ કેરીનું હબ (Shivpur village is the hub of mango) કહેવાય છે અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં કેરી મોકલવામાં આવે છે. જોકે, આ વર્ષે વાતાવરણ સહિતની સમસ્યાઓના કારણે કેરીના ઉત્પાદનમાં ઘટાડો (Morbi Mango Farmers Trouble) આવ્યો છે.
કેરી પર માવઠા, ઠાર અને ઝાકળ વીજળી સહિતની સમસ્યાની વિપરીત અસર - હળવદ તાલુકાના શિવપુર ગામમાં 100 એકરથી વધારે જમીનમાં આંબા આવેલા છે. શિવપુર ગામની કેરી પ્રખ્યાત છે અને મેં મહિનામાં કેરી બજારમાં આવતી હોય છે. જોકે, ચાલુ વર્ષ દરમિયાન કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીનો (Morbi Mango Farmers Trouble) સામનો કરી રહ્યા છે. આ અંગે ગામના આગેવાને જણાવ્યું હતું કે, શિવપુરમાં (Shivpur village is the hub of mango) કેરીના એક ઝાડ પર 25થી 30 પેટી જેટલી કેરીનું ઉત્પાદન આવ્યું હોય છે, પરંતુ આ વર્ષે માવઠા, ઠાર, ઝાકળ અને વીજળીની સમસ્યાના કારણે 25 ટકા જ ઉત્પાદન આવશે તેવી લાગી રહ્યું છે. તો હાલમાં ઝાડ પર કેરીનો પાક પણ નહીવત્ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. આથી ચાલુ વર્ષે બજારમાં કેરી પણ ઓછી આવશે અને ભાવ પણ વધારે હોવાની શક્યતા છે.
આ પણ વાંચો- Sunflower cultivation in Surendranagar: વઢવાણના ખેડૂત કઈ રીતે અન્ય ખેડૂત માટે પ્રેરણારૂપ બન્યા, જુઓ
કેરીનું ઉત્પાદન દર વર્ષ કરતા ઓછું આવશે - આ ગામના કેરી પકવતા ખેડૂત ઠાકરસીભાઈએ (Morbi Mango Farmers Trouble) જણાવ્યું હતું કે, તેમના 100 વીઘાંના ખેતરમાં આંબા આવેલા છે અને દર વર્ષે કેરીનું સારું એવું ઉત્પાદન આવે છે, જેમાં એક ઝાડ પર 25થી 30 પેટી ઉત્પાદન આવતું હોય છે. જોકે, આ વખતે વીજળી, કમોસમી વરસાદ, ઝાકળ અને ઠારના કારણે કેરીમાં નુકસાની આવી છે. અહીં એક ઝાડ પર 10 પેટી જેટલું જ ઉત્પાદન આવાની શક્યતા છે. તેમજ એક વીઘાંમાં 25,000 જેટલો ખર્ચ થાય છે.
આ પણ વાંચો- HORSES FOR FARM WORKS: ખેડૂતને બળદ ન મળ્યો તો કર્યો આવો વિચિત્ર જુગાડ
આ વર્ષે કેરીના ઉત્પાદનને લાગી નજર - જ્યારે આંબાની વાડી ભાગીયે રાખતા હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 22 વર્ષથી બગીચા ભાડે રાખીએ છીએ અને દર વર્ષે કેરીનું ઉત્પાદન સારું આવતું હોય છે, પણ વાતાવરણ અને વીજળીની સમસ્યા થવાના કારણે મૂશ્કેલી (Morbi Mango Farmers Trouble) પડી રહી છે. તો 5 લાખમાં વાડી રાખીએ છીએ અને દર વર્ષે ઉત્પાદન સારું આવતા મૂશ્કેલી પડતી નથી, પરંતુ આ વર્ષે કેરીના ઝાડ જોઈને ચિતા થાય છે અને કેરીનો પાક પણ નહીવત્ દેખાઈ છે.
મોરબીવાસીઓને કેરીનો સ્વાદ લાગશે ફીકો - મોજિલા મોરબીવાસીઓ મન મૂકીને કેરીની મઝા માણતા હોય છે, પરંતુ આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું આવવાના કારણે કેરી બજારમાં ઓછી આવશે. તો ભાવ પણ વધારે હોવાની શક્યતાઓ (Morbi Mango Farmers Trouble) રહેલી છે. તો મન મૂકીને કરી આ વર્ષે ખાઈ નહીં શકાય તેવું લાગી રહ્યું છે.