ETV Bharat / state

મોરબીમાં રેમડેસીવીર લેવા માટે લાંબી કતારો લાગી - Long queue for Remdesivir in Morbi

મોરબી સિવિલ હોસ્પિટલમાંથી કરવામાં આવતા રેમડેસીવીરના વિતરણને તાજેતરમાં જ વી.સી. હાઈસ્કૂલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. મંગળવારે સરકાર દ્વારા મોરબીને ફાળવવામાં આવેલા 600 ઈન્જેક્શનો પૈકી 414 ઈન્જેક્શનો માટે સવારથી મોટી સંખ્યામાં દર્દીના સંબંધીઓ નજરે પડ્યા હતા.

મોરબીમાં રેમડેસીવીર લેવા માટે લાંબી કતારો લાગી

author img

By

Published : Apr 20, 2021, 3:44 PM IST

  • કોરોનાને પહોંચી વળવા સ્થાનિક આરોગ્ય તંત્રની પહેલ
  • કોરોના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેક્શનનું કરાય છે વિતરણ
  • રોજ ફાળવવામાં આવતા સ્ટોક માટે લાગે છે લાંબી કતારો

મોરબી: સમગ્ર રાજ્યમાં કોરોનાની સારવાર માટેની કથિત સંજીવની રેમડેસીવીર માટે દર્દીના સંબંધીઓ દોડાદોડ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાને મંગળવારના રોજ 600 ઈન્જેક્શનો ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી સિવિલ હોસ્પિટલને મોકલવાનો જથ્થો બાદ કરતા કુલ 414 ઈન્જેક્શનો માટે મોટી સંખ્યામાં દર્દીના સંબંધીઓ લાઈન લગાવીને ઉભા રહેલા નજરે પડ્યા હતા.

મોરબીમાં રેમડેસીવીર લેવા માટે લાંબી કતારો લાગી

આ પણ વાંચો: રેમડેસીવીરના ઉપયોગ માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, જુઓ આ અહેવાલમાં

સિવિલ હોસ્પિટલમાં અવ્યવસ્થા સર્જાય તેમ હોવાથી વિતરણ સ્થળ બદલાયું

અગાઉ મોરબીના સ્થાનિક પ્રશાસન દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવતું હતું. જોકે, હોસ્પિટલમાં કોરોના દર્દીના સંબંધીઓની ભીડ એકત્ર થતા સંક્રમણ વધવાના ભયથી ઈન્જેક્શન વિતરણનું સ્થળ સિવિલ હોસ્પિટલથી ખસેડીને વી. સી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસીવીર ઇન્જેક્શન માટે શરૂ કરાયું મધ્યસ્થ કેન્દ્ર

સ્ટોક સમયસર ન આવતા 2 કલાક મોડું વિતરણ શરૂ કરાયું

સામાન્ય રીતે મોરબીના સ્થાનિક પ્રશાસન દ્વારા સવારે 9થી 12 દરમિયાન ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવતું હોય છે. જોકે, મંગળવારના રોજ ફાળવવામાં આવેલા 600 રેમડેસીવીર ઈન્જેક્શનનો સ્ટોક વિતરણ સ્થળ સુધી પહોંચવામાં મોડું થતા 11 વાગ્યા સુધી દર્દીઓના સંબંધીઓએ લાઈનમાં ઉભા રહીને રાહ જોવાનો વારો આવ્યો હતો. જોકે, ત્યાર બાદ તંત્ર દ્વારા સાંજ સુધી વિતરણ કરવાની જાહેરાત કરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.