- મહારાણા પ્રતાપ ચોક નજીકથી બંદુક સાથે ઝડપાયો એક શખ્સ
- પિસ્તોલ અને કાર્ટીસ પોલીસે કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
- મોરબીમાંથી દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક શખ્સને LCBએ ઝડપ્યો
મોરબી: જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સુચના મુજબ જિલ્લામાં શરીર સબંધીત ગુનાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા તથા પ્રોહિબિશન- જુગારની બદી પર અંકુશ લાવવા LCB PI વી.બી.જાડેજાને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા LCB PSI એન.બી.ડાભી સહિતની ટીમ પેટ્રોલીગમાં હતી. ત્યારે સહદેવસિંહ જાડેજા તથા ભગીરથસિંહ ઝાલાને સયુંકત ખાનગી બાતમી મળી હતી કે, સાંમાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસે એક શખ્સ ગેરકાયદેસર હથિયાર, દેશી બનાવટની પીસ્તોલ રાખી ઉભેલો છે.
આ પણ વાંચો: ખેડાની સેવાલિયા ચેકપોસ્ટ પરથી દેશી પિસ્તોલ સાથે 2 ઈસમો ઝડપાયા
મહારાણા પ્રતાપ ચોક નજીકથી બંદુક સાથે ઝડપાયો એક શખ્સ
જેથી ચોકક્સ બાતમી વાળી જગ્યાએ કડીયા બોડીંગ પાસેથી LCB / પેરોલ ફર્લો સ્કવોડએ એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝન વાળી લોડેડ પિસ્તોલ નંગ-01 કિમત રૂપિયા 10,000 તથા જીવતો કાર્ટીસ નંગ-01 કીમત રૂપિયા 100 મળી કુલ કીમત રૂપિયા 10,100નો મુદામાલ સાથે નદીમ અબ્દુલભાઇ બ્લોચ ઉ.વ.22 રહે. મકરાણીવાસ આરોપીને ઝડપી તેની વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન મથકમાં આર્મસ એકટ કલમ 25(1-બી),એ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દાહોદમાં SOG ટીમનું ચેકીંગ, દેશી પિસ્તોલ અને 4 કારતુસ સાથે 2ની ધરપકડ