ETV Bharat / state

પુલ દુર્ઘટનાને લઈને રાત આખી સર્ચ ઓપરેશન, મુખ્યપ્રધાન ગૃહપ્રધાને કર્યા દિશાસૂચન - મોરબીમાં મોત

મોરબી પુલ દુર્ઘટનામાં હતભાગીઓને શોધવા આખી (Julto pul in Morbi) રાત ચાલ્યું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. જેમાં રાજ્યના વિવિધ વિસ્તારમાંથી આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદીમાં બચાવકાર્ય ચાલુ રહ્યું હતુ. આ ધટનાને લઈને મુખ્યપ્રધાન તેમજ ગૃહપ્રધાને અડધી (Julto pul breaking death) રાતે ઘટનાસ્થળે જઈને દિશાસૂચન કર્યા હતા.(Machhu river rescue operation)

પુલ દુર્ઘટનાને લઈને રાત આખી સર્ચ ઓપરેશન, મુખ્યપ્રધાન ગૃહપ્રધાને કર્યા દિશાસૂચન

author img

By

Published : Oct 31, 2022, 10:10 AM IST

મોરબી : ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં વહેલી સવાર સુધીમાં આશરે 100થી વધુ (Julto pul in Morbi) મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટના પછી આશરે 177 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 19 લોકોને નાની-મોટી ઈજા હોવાથી વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ રખાયા છે. જેમાંથી ત્રણ વ્યક્તિને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ પુલ તૂટ્યા પછી મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજા, રાજ્યપ્રધાન અરવિંદ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટના સ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા. (Machhu river rescue operation)

પુલ દુર્ઘટનાને લઈને રાત આખી સર્ચ ઓપરેશન

મોરબીમાં તંત્રની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી વિગતો મુજબ, ઝુલતા પુલની દુર્ઘટના બન્યા પછી, તંત્ર તુરંત જ સક્રિય થઈ ગયું હતું અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત અન્ય સ્થળોની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગી હતી. તો બીજી તરફ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના 40 જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી. (morbi bridge collapse)

બચાવ કામગીરી પુલ તૂટ્યા પછી ઘટનાસ્થળે રાજકોટ મહાનગરપાલિકાની બોટ અને લાઈફ જેકેટ સહિતની બચાવ સામગ્રી સાથે ફાયર બ્રિગેડની ટીમ મોરબી પહોંચી ગઈ હતી અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. ઈજાગ્રસ્તોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવા રાજકોટ, જામનગર, જુનાગઢ મહાનગર પાલિકા તેમજ મોરબી પાલિકાની મળીને 25 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ આખી રાત દોડતી રહી હતી. અનેક ખાનગી એમ્બ્યુલન્સ પણ આ બચાવકાર્યમાં જોડાઈ હતી. સુરેન્દ્રનગરની આર્મીની ટીમ પોતાની ત્રણ એમ્બ્યુલન્સ તેમજ સાધનસામગ્રી સાથે જોડાઈ હતી.(Morbi Civil Hospital)

વિવિધ શહેરમાંથી ટીમ રવાના આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વડોદરાની ત્રણ ટીમ તેમજ ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના 110 સભ્યો હવાઈ તેમજ જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે NDRFની જામનગરની બે પ્લાટુન, ગોંડલ, વડોદરાની 3-3 પ્લાટુનના કુલ 149 જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ, સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડે પગે રહી હતી. રાજકોટ ફાયરબ્રિગેડની સાત ટીમ 10 બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની 2 ટીમના 50 ડાઈવર્સે મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના ઓપરેશનમાં જોડાયા હતા.(Morbi Machhu river)

અધિકારીઓ કર્મચારીઓની ખડેપગે બચાવકાર્યમાં લાગેલી ટૂકડીઓ તેમજ ખડેપગે રહેલા અધિકારીઓએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બેનિવાલ, મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, રાજકોટ જિલ્લાના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો આખી રાત ખડેપગે રહ્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો પણ તંત્રની કામગીરીમાં મદદરૂપ થતા રહ્યા હતા.(Julto pul breaking death)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.