રાજ્યના હવામાન વિભાગ દ્વારા ૧૩ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. બુધવારે સાંજના સુમારે ઓચિંતા હવામાનમાં પલટો આવ્યા બાદ મોડી સાંજે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ અને કરા પડ્યા હતાં, તો માળિયામાં પણ અનેક સ્થળે વરસાદી ઝાપટા પડ્યા હતાં.
મોરબી શહેરમાં મોડી સાંજે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ થતા પાણીના ખાબોચિયા ઠેર ઠેર ભરાયા હતાં, તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.