- ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી
- હાર્દિક પટેલનો ભાજપના નેતા પર પ્રહાર
- સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસ પ્રયત્નશીલ: હાર્દિક પટેલ
મોરબી: માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મોરબીના જેતપર ગામે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જનસભાને સંબોધન કર્યું હતું. હાર્દિક પટેલે ભાજપ અને બ્રિજેશ મેરજા પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યું કે, વરરાજા વગરની જાન ગામેગામ ફરી રહી છે. જેને જાકારો આપીને ૨૫ હજાર મતની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવાના છે.
સ્મૃતિ ઈરાની અને આઈ.કે. જાડેજા પર હાર્દિકના પ્રહાર
આ ઉપરાંત હાર્દિકે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા ઉપર પણ પ્રહારો કર્યા હતા. હાર્દિકે પટેલે કહ્યું કે, સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે કોંગ્રેસ હંમાશા પ્રયત્નશીલ રહેશે. સાથે જ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા પર રૂપિયા 20 કરોડમાં વેંચાયા હોવાનો પણ આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો.