ETV Bharat / state

ઝૂલતા પુલની દુર્ઘટનામાં 9 આરોપીઓને કર્યા કોર્ટમાં રજૂ, ચાર આરોપીના રીમાન્ડ મંજૂર અન્ય પાંચ આરોપીઓને કારાવાસ - મોરબી ઝૂલતો પુલ રીનોવેશન માટે ફેબ્રિકેશન

મોરબીમાં 30 ઓક્ટોબર 2022ની ઢળતી સાંજે ઝૂલતા પુલ પરની દુર્ઘટના (Hanging bridge accident) એ કેટલાય પરિવારમાં હાહાકાર મચાવી દીધો છે. આ બ્રિજની રીનોવેશન કામગીરી મામલે મોટો ધટસ્ફોટ થયો છે. આ ઘટના મામલે પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરતી એજન્સી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તુરંત એક્શન લીધી હતી. ઓરેવા કંપનીના મેનેજર સહિતના 9 આરોપીને ઝડપી લીધા હતા. પાંચ આરોપીને જેલ હવાલે અને ચાર આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર (Remand of four accused in Morbi) કર્યા છે.

ઝૂલતા પુલની દુર્ઘટનામાં 9 આરોપીઓને કર્યા કોર્ટમાં રજૂ, ચાર આરોપીના રીમાન્ડ મંજૂર અન્ય પાંચ આરોપીઓને કારાવાસ

author img

By

Published : Nov 1, 2022, 10:47 PM IST

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં (Morbi Hanging bridge Collapsed) ચાર આરોપીના રિમાન્ડ મંજૂર, રીનોવેશન કામગીરી (Renovation work of Hanging bridge) મામલે મોટો ધડાકો થયો છે. મોરબીનો ઝૂલતો પુલ રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જે ઘટના મામલે પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરતી એજન્સી (Maintenance and management of Cable bridges) વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તુરંત એક્શન લીધો હતો.

મોરબીનો ઝૂલતો પુલ રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જે ઘટના મામલે પુલનું મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરતી એજન્સી રુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે તુરંત એક્શન લીધો હતો.

પોલીસે નવ આરોપીને ઝડપી લીધા ઓરેવા કંપનીના મેનેજર (OREVA Company Manager) સહિતના 9 આરોપીને ઝડપી લીધા હતા. જે પૈકી પાંચને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, તો ચાર આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા 5 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ સોપવામાં આવ્યા છે. મોરબી દુર્ઘટના મામલે ગુનો નોંધ્યા બાદ પોલીસે નવ આરોપીને ઝડપી લીધા હતા. જે પૈકી ત્રણ સિક્યુરીટી ગાર્ડ અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણ રહે ત્રણેય દાહોદ વાળા તેમજ ક્લાર્ક મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી રહે બંને મોરબી એમ પાંચ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ જ્યારે આરોપી મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે રહે બંને મોરબી અને બ્રીજ રીપેરીંગ કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર બંને ધ્રાંગધ્રા એમ ચાર આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના 5 તારીખે શનિવારે બપોરે 3 વાગ્યા સુધી એમ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ફેબ્રિકેશન કામગીરી કરનાર અનક્વોલીફાઈડ હોવાનું તપાસમાં ખુલ્યું છે.

ચાર આરોપીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે આરોપીના રિમાન્ડ મળ્યા બાદ કોર્ટમાં સરકારી વકીલ હરસેન્દુ પંચાલે જણાવ્યું હતું કે, ચાર આરોપીના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, ઓરેવા કંપનીના મેનેજર જેને મેનેજમેન્ટની જવાબદારી સોંપાઈ હોય તેને રીનોવેશન માટે ફેબ્રિકેશન (Fabrication for Morbi Suspension Bridge Renovation) કામ સોંપ્યું હતું. તે અનક્વોલીફાઈડ હોવાનું ખુલ્યું છે, તેમજ તપાસ દરમિયાન બેદરકારીમાં કોણ કોણ સામેલ છે, કોના કહેવાથી વર્ષ 2007 અને 2022માં કોન્ટ્રાકટ કંપનીને મળ્યો, તે તમામ તપાસ કરવામાં આવી રહી છે. FSL રિપોર્ટ બંધ કવરમાં કોર્ટને સોપ્યો હોવાનું જણાવ્યું હતું. ચર્ચા દરમિયાન જયસુખ પટેલનું નામ લેવામાં આવ્યું ન હતું. રીનોવેશન કામગીરીમાં કેબલ બદલ્યા ન હોય અને ફ્લોરિંગ બદલવામાં આવ્યું હોય તેવું પણ DYSP તપાસમાં સામે આવ્યાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.