ETV Bharat / state

મોરબી શહેરમાં વધતો જતો કોરોનાનો કેર

મોરબી શહેર અને જિલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. રવિવારે એક જ દિવસમાં રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયાં બાદ સોમવારે પણ કોરોના કહેર યથાવત જોવા મળે છે અને મોરબીમાં વધુ બે કેસ સાથે આજે કુલ 4 કેસ નોંધાયાં છે તો વાંકાનેરના દર્દીનું મોત થતાં કુલ મૃત્યુ આંક 2 થયો છે

મોરબી શહેરમાં વધતો જતો કોરોનાનો કેર
મોરબી શહેરમાં વધતો જતો કોરોનાનો કેર
author img

By

Published : Jul 6, 2020, 7:46 PM IST

મોરબીઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ મોરબીના દરબારગઢ સંઘવી શેરીના રહેવાસી 60 વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી માલૂમ પડી નથી તે ઉપરાંત ગઈકાલે દરબારગઢ વિસ્તારની સુથાર શેરીમાં પોઝિટિવ જાહરે થયેલ ૫53 વર્ષના પુરુષના પત્ની 48 વર્ષની મહિલાનો રીપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે જે દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. તે ઉપરાંત, ગઈકાલે વિવિધ આરોગ્ય સંસ્થા ખાતેથી કુલ 91 સેમ્પલ લેવાયા હતા જેમાં 6 સેમ્પલ ટેકનીકલ કારણોસર રદ થયા છે જયારે બાકીના 85 સેમ્પલ નેગેટિવ જાહેર થયાં છે.

મોરબી શહેરમાં વધતો જતો કોરોનાનો કેર

તે ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયાં છે જેમાં ગઈકાલે જાની શેરીમાં પોઝિટિવ આવેલ 30 વર્ષના મહિલાના 31 વર્ષના પતિનો રીપોર્ટ તેમ જ પરિવારને સંલગ્ન પરિવારના 14 વર્ષના બાળકનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોમવારે મોરબી જિલ્લામાં કુલ ચાર કેસ નોંધાતાં કુલ આંક 58 પર પહોંચ્યો છે. વાંકાનેરની અમરનાથ સોસાયટીના રહેવાસી ૫૫ વર્ષના વૃદ્ધાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી જોકે વૃદ્ધાને છેલ્લાં ત્રણ વર્ષથી હાઈપર ટેન્શન અને હૃદયની પણ તકલીફ હતી જે વૃદ્ધાનું આજે રાજકોટ સિવિલ ખાતે મોત થયું છે.ે મોરબી જિલ્લામાં અગાઉ રવાપર ગામના યુવાન બાદ કોરોનાથી આ બીજું મોત છે. મૃત્યુ પામેલાં વૃદ્ધાના પુત્રવધૂનો રીપોર્ટ ગત રાત્રિના પોઝિટિવ આવ્યો છે જે પણ હાલ સારવાર હેઠળ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.