મોરબી : કોરોના મહામારીને પગલે લોકડાઉન અમલમાં છે. છતાં અનેક લોકો મોરબી જિલ્લામાં આવી જતા હોય છે. જેમાં વધુ 14 લોકો મોરબીના જેતપર ગામે આવ્યા હતા, જે મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા એએસઆઈ આર.બી.વ્યાસે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, કોરોના મહામારીને પગલે જાહેરનામું અમલી હોવાથી અને પરિવહન પ્રતિબંધ છે, છતાં આરોપી હકા ચતુર દેવીપુજક, જિગર ચતુર દેવીપુજક, ગૌરી ચતુર દેવીપુજક, ચતુર શંભુ દેવીપુજક, મંજુબેન કેશુભાઈ દેવીપુજક,કેશુ શંભુ દેવીપુજક, રાહુલ કેશુ દેવીપુજક, જયંતી ચતુર દેવીપુજક, મીના જયંતી દેવીપુજક, પ્રવીણ કેશુ , શોભા હકા દેવીપુજક, મનુ જીગર દેવીપુજક, કારી વાઘજી દેવીપુજક રહે જેતપર તા. મોરબી અને રણજીત જયંતી વિકાણી દેવીપુજક રહે અડાલજ હાલ જેતપર મૂળ ટંકારા, એમ 14 ઈસમો અડાલજ શિવપુરી વાડી વિસ્તારમાંથી વગર પરવાનગીએ તા.03-05ના રાત્રી પહેલા તેમજ અન્ય રીતે જેતપર ગામે આવી દેવીપુજક વિસ્તારમાં રહી કોરોના વાઇરસનું સંક્રમણ વધે તેવું બેદરકારીભયું ગંભીર કૃત્ય કરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના પ્રતિબંધ જાહેરનામાં ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે જાહેરનામાં ભંગ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે.