ETV Bharat / state

મોરબી ગેંગવોરમાં ઝડપાયેલા પાંચ શખ્સો રિમાન્ડ પર, વંડામાં ફેકી દીધેલા પાંચ હથિયાર રીકવર

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ગેંગવોરની ઘટનામાં મમુ દાઢી હત્યા પ્રકરણમાં અગાઉ પોલીસે પાંચ આરોપીને દબોચી લઈને રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. જે ગેંગવોર હત્યા અને ફાયરીંગ પ્રકરણમાં પોલીસે વધુ પાંચ શખ્સોને ઝડપી લઈને પોલીસે શનિવારે કોર્ટમાં રજૂ કરતા તા. 30 સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે. હત્યામાં વપરાયેલા પાંચ હથિયાર પણ પોલીસને રીકવર કરવામાં સફળતા મળી છે.

Morbi's latest news
Morbi's latest news
author img

By

Published : Sep 25, 2021, 10:56 PM IST

  • મોરબી ગેંગવોરમાં ઝડપાયેલા પાંચ શખ્સો રિમાન્ડ પર
  • વંડામાં ફેકી દીધેલા પાંચ હથિયાર રીકવર
  • પાંચેય આરોપીઓના તારીખ 30 સુધીના રિમાન્ડ મંજુર

મોરબી: શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગાડી પર અંધાધુંધ ફાયરીંગ કરીને મહમદ હનીફ ઉર્ફે મમુ દાઢી હનીફ કાસમાણીની હત્યા કરવામાં આવી હોવાથી જે બનાવમાં પોલીસે હત્યા અને ફાયરીંગ સહિતની કલમો સાથે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જે હત્યા પ્રકરણમાં આગાઉ પાંચ આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવી રિમાન્ડ પૂર્ણ થયા બાદ પાંચેય શખ્સોને જેલ હવાલે કર્યા હતા.

મોરબી ગેંગવોરમાં ઝડપાયેલા પાંચ શખ્સો રિમાન્ડ પર

આ પણ વાંચો: ટંકારા તાલુકામાં કોરોનાના કપરા કાળમાં સેવા આપનારા કોરોના વોરીયર્સનો સન્માન સમારોહ યોજાયો

પાંચ હથિયારો પરષોતમ ચોક પાસેથી મળી આવ્યા

હત્યા પ્રકરણમાં હજુ પણ અનેક આરોપીઓ ફરાર છે. જેને ઝડપી લેવા માટે એ ડીવીઝન પોલીસ ટીમે તપાસ ચલાવી હતી. જેમાં પીઆઈ બી.પી.સોનારા સહિતની ટીમ તપાસમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે, હત્યા પ્રકરણમાં સંડોવાયેલા શખ્સો રાજકોટથી જૂનાગઢ જવાના હોય જે બાતમીને પગલે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. જેમાં આરોપી ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા, અસ્લમ, રમીજ હુશેનભાઈ ચાનિયા, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ અને સુનીલ ઉમેશભાઈ સોલંકી તારીખ રાજકોટ એમ પાંચ શખ્સોને ઝડપી લઈને શનિવારે કોર્ટમાં રજૂ કરતા તારીખ 30 સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે. હત્યામાં વપરાયેલા પાંચ હથિયાર રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે.

આ પણ વાંચો: આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે મોરબીમાં ફ્રીડમ રનનું આયોજન

પરષોતમ ચોકના ખુલ્લા વંડામાં હથિયાર ફેકી દીધા

હત્યા પ્રકરણમાં પોલીસે મુખ્ય સુત્રધાર એવા ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા સહિતના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા અને આકરી પૂછપરછ કરતા આરોપીઓએ ફાયરીંગ અને હત્યા કર્યા બાદ હથિયારો પરષોતમ ચોકના ખુલ્લા વંડામાં ફેકી દીધા હતા. જે કબુલાતને પગલે પોલીસે સ્થળ પરથી પાંચ હથિયારો રીકવર કર્યા છે. અગાઉ હત્યામાં વપરાયેલી બે કાર પણ પોલીસે કબજે લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.