ETV Bharat / state

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ - હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્નમાં ફાયરિંગ

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થવાની માહિતી સામે આવી છે. જે બાદ આ વીડિયોને આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

Etv Bharat, Gujarati News, Halvad News
હળવદમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ
author img

By

Published : Dec 11, 2020, 7:41 AM IST

  • હળવદ પંથકમાં ફાયરિંગનો વીડિયો વાઈરલ
  • લગ્ન પ્રસંગમાં ફાયરીંગ એક શખ્સ ફાયરિંગ કરતો હોવાનો વીડિયો વાઈરલ
  • ફાયરિંગ કરનારો શખ્સ બેન્કનો ગાર્ડ હોવાની માહિતી: સૂત્રો
  • હળવદ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી
  • વીડિયોની તપાસ થયા બાદ હળવદ વિસ્તારનો હશે તો ગુનો દાખલ કરવામાં આવશે: પી આઈ

મોરબીઃ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થવાની માહિતી સામે આવી છે. જે બાદ આ વીડિયોને આધારે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે અને જો વીડિયો હળવદ વિસ્તારનો હશે તો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું પીઆઇએ જણાવ્યું છે.

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસગમાં ફાયરિગ કરતો વીડિયો વાઇરલ

હળવદના એક ગામડામાં લગ્ન પ્રસંગ દરમિયાન નીકળેલા વરઘોડામાં ફાયિંગ કર્યાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાઓના સમૂહમાં નાચતા-નાચતા રાઇફલમાંથી ભડાકા કરતો દેખાઈ છે. લગ્ન પ્રસંગમાં ફાયરિંગ થયાનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગે પોલીસ સાથે વાત કરતા તેમેણ કહ્યું કે, જો આ વીડિયો આ વિસ્તારોનો હશે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે છે.

હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ
લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિ ફાયરિંગ કરતો હોવાનો વીડિયો

બનાવની સૂત્રોમાંથી મળતી વિગત મુજબ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો અને રાત્રે વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન ફાયરિંગ થયાનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં વરઘોડા દરમિયાન ગીતની ધૂન પર સમૂહમાં મહિલાઓ નાચતા દેખાઈ છે. આ મહિલાઓના સમૂહમાં એક શખ્સ પહેલા રાઇફલ લઈને નાચતો દેખાય છે. ત્યારબાદ એક નાનો છોકરો પણ રાઇફલ હાથમાં લઈને નાચતો દેખાઈ છે પણ છેલ્લે એ શખ્સ જ તેની પાસેથી રાઇફલ લઈને નાચતા નાચતા બે રાઉન્ડ ફાયરિંગ કરતો જોવા મળે છે.

ફાયરિંગ કરનારો વ્યક્તિ બેન્કનો ગાર્ડ હોવાની માહિતી: સૂત્રો

વધુમાં આ ઘટનાની જાણવા મળતી વિગતો અનુસાર લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનારો વ્યક્તિ મૂળ ખોડ ગામનો હોવાનું જાણવા મળ્યું છે. આ શખ્સ હળવદના ટીકર ગામે રાષ્ટ્રીયકૃત બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેના ભત્રીજાના વરઘોડામાં તેણે બેન્કના રાઇફલમાંથી ફાયરિંગ કર્યું હોવાનું મનાય રહ્યું છે.

આ વીડિયોની તપાસ થયા બાદ હળવદ વિસ્તારનો હશે તો ગુનો દાખલ કરવામાં આવશે: પી આઈ

આ અગે PI પી.એ.દેક્વાડીયા સાથે ફોન પર સંપર્ક સાધતા તેમેણ જણાવ્યું હતું કે, આ વીડિયો વાયરલ થવાની વાત સામે આવી છે. તે અગે યોગ્ય તપાસ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.