ETV Bharat / state

મોરબી જિલ્લાના 9 ગામોના ખેડૂતો સિંચાઈના પાણી માટે તરસ્યા - ખેડૂતોની સમસ્યા

ખેડૂતોની મુશ્કેલીઓ દુર થવાનું નામ લેતી નથી, ગુજરાતમાં પાણી ખેડૂતો માટે માત્ર એક આશા બનીને રહી ગયું હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વાંકાનેર, મોરબી અને ટંકારા તાલુકાના 9 ગામને છેલ્લા પાણીની જરૂર હોય પણ કેનાલ ખાલીખમ પડી છે.

9 ગામોના ખેતરો પાણી માટે તરસ્યા
9 ગામોના ખેતરો પાણી માટે તરસ્યા
author img

By

Published : Mar 7, 2021, 11:39 AM IST

  • 9 ગામોના ખેતરો પાણી માટે તરસ્યા
  • કેનાલ કોળીધાકડ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
  • પાણી એક આશા બનીને રહી ગયું

મોરબી: જિલ્લાના 9 ગામોને ખેતરમાં છેલ્લા પાણીની જરૂર હોય પણ કેનાલ ખાલીખમ પડી છે. ડેમના સેક્સન-૨ વિભાગના ગામોને સિંચાઈ માટે પાણી મળતું નથી. પાણી ન મળતા ઘઉંની કવોલિટી નબળી પડી જવાની શકયતા રહે છે.

પાકનો ઉતારો ઓછો આવવાની શક્યતા

વાંકાનેર તાલુકામાં ઉપરવાસ આવેલ મચ્છુ-1 ડેમના કમાન્ડમાં આવતા સેક્સન-૨ વિભાગના ગામડાઓ જેવા કે કોઠારીયા, ટો‌‌ળ, અમરાપર, સજનપર, હડમતીયા, લજાઈ,વિરપર, રવાપર, રાજપર જેવા અનેક ગામના ખેડૂતોએ પિયતના પાણી માટેના ફોર્મ ભર્યા છે, ત્યારે પાણી ખેડૂતોને આપી દીધેલ છે અને એક પાણ રવિ પાક માટે બાકી હોવાથી જરૂરત સમયે જ ઘઉંને પાણી ન મળે તો ઘઉંની ક્વોલિટી જળવાય તેમ નથી.આથી ખેડૂતોને પાકનો ઉતારો પણ આવી શકે તેમ નથી.જેથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે તો કેનાલ પણ કોળીધાકડ પડી રહી છે અને છેલ્લા પાણ માટે પાણી નહી મળે તો ઘઉંના પાકનો ઉતારો ઓછો આવવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: ખેડૂતોને નર્મદાનું સિંચાઇ માટે પાણી ન મળતાં નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને કરાઇ લેખિત રજૂઆત

કેનાલમાં શેવાળ હોવાના કારણે પાણી પહોંચી નથી શકતું

ટંકારા તાલુકાના હડમતીયા ગામના ખેડૂત જણાવી રહ્યા છે કે, 8 એકરમાં ઘઉંનું વાવેતર કરેલ છે. 1 વિઘામાં 4000-5000 જેટલો ખર્ચ થયો છે. 40 મણ ઘઉંની જગ્યાએ માત્ર 20 મણ જ ઘઉં થઇ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોને દરેક સિઝનમાં રોવાનો વારો જ આવી રહ્યો છે. હાલમાં અધિકારીઓને પાણી આપવું છે પણ કેનાલમાં શેવાળ હોવાના કારણે પાણી પહોંચી શકતું નથી.

આ પણ વાંચો: રોહિકા ગામના ખેડૂતો સિંચાઇનું પાણી ન મળતા ખેડૂતોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર

શેવાળને લઈને સતત પેટ્રોલિંગ અને કામગીરી થઈ રહી છે

ડેમના ઉપરવાસમાં કેનાલમાં શેવાળ જામી ગઈ હોવાથી છેવાડાના ગામોને પાણી મળતું નથી. આ બાબતે સેકશન ઓફિસર ડેપ્યુટી ઈજનેર વી.એસ.ભોરણીયાએ કહ્યું કે, ડેમમાં ઉપરવાસમાં અને કેનાલમાં શેવાળ વધુ જામી ગયો હોવાથી પાણી અટકી રહ્યું છે. સતત પેટ્રોલિંગ અને કામગીરી કરી રહ્યા છીએ અને કેનાલમાંથી શેવાળ કાઢીને વહેલામાં વહેલી તકે ખેડૂતોને પાણી મળે તેવા અમારા પ્રયાસો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.