ETV Bharat / state

મોરબીમાં 75 પ્રજ્ઞાચક્ષુઓએ એક દિવસીય જૂનાગઢ પ્રવાસની મોજ માણી

મોરબીઃ લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ સંસ્થામાં વસતા પ્રજ્ઞાચક્ષુઓ માટે કે.કે ટ્રાવેલ્સ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રવાસમાં પ્રજ્ઞાચક્ષુઓને કોઈ અગવડતા ના પડે તેની પુરતી તકેદારી રાખીને સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.

મોરબીમાં 75 પ્રજ્ઞાચક્ષુઓએ એક દિવસીય જુનાગઢ પ્રવાસની મોજ માણી
author img

By

Published : Jul 19, 2019, 8:09 AM IST

મોરબીના લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ સંસ્થા ખાતેથી કે.કે. ટ્રાવેલ્સની બસે પ્રવાસની શરૂઆત કરી હતી. જેનો પ્રથમ પડાવ રતનપર રામજી મંદિર હતો. આ પ્રવાસના આયોજક પ્રદીપભાઈ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને કોઈ અગવડતા ના પડે તેની પુરતી તકેદારી રાખીને પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને ચા નાસ્તો તેમજ ભોજન માટે રસોઈયાની વ્યવસ્થા રાખીવામાં આવી હતી. તેમજ જૂનાગઢ પહોંચી રીક્ષાઓ દ્વારા અંધ ભાઈ-બહેનોને ઉપરકોટની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ પ્રવિણભાઈ ગાઈડ તરફથી જૂનાગઢના ઈતિહાસ સાથે ભાઈ-બહેનોને અવગત કરાવામાં આવ્યા હતા. આ બાદ પ્રવાસ દામોકુંડ તરફ આગળ વધ્યો હતો. દામોકુંડમાં અંધ ભાઈ-બહેનોએ હાથ-પગ ઝબોડી આનંદની અનુભૂતિ કરી હતી. જે બાદ જીત પુરોહિત દ્વારા નરસિંહ મહેતાના ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ ભવનાથ મહાદેવના દર્શન કરવામાં આવ્યા હતા.

આખરે આ પ્રવાસ ખોડલ ધામ મુકામે પહોંચ્યો હતો જ્યાં માં ખોડલના દર્શન કરી નેત્રહીન ભાઈ-બહેનોએ ધન્યતા અનુભવી હતી. પ્રવાસના અંતિમ પડાવે લજાઈ પાસે આવેલા જોગ આશ્રમ ખાતે પણ મુલાકાત લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રદીપભાઈના પુત્રવધુ ભાવિશાબેનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ પ્રવાસનું આયોજન કરવમાં આવ્યુ હતું.

Intro:R_GJ_MRB_01_19JUL_MORBI_PRAGNA_CHAKSHU_PRAVAS_PHOTO_AV_RAVI
R_GJ_MRB_01_19JUL_MORBI_PRAGNA_CHAKSHU_PRAVAS_SCRIPT_AV_RAVIBody:
મોરબીના ૭૫ પ્રજ્ઞાચક્ષુઓએ એક દિવસીય જુનાગઢ પ્રવાસની મોજ માણી
         મોરબીના લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ સંસ્થામાં વસતા પ્રજ્ઞાચક્ષુઓ માટે કે કે ટ્રાવેલ્સ દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાભાવી પ્રદીપભાઈએ પ્રજ્ઞાચક્ષુઓને કોઈ અગવડતા ના પડે તેની પુરતી તકેદારી રાખીને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
મોરબીના લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ સંસ્થા ખાતેથી કે કે ટ્રાવેલ્સની બસે પ્રવાસની શરૂઆત કરી હતી જેનો પ્રથમ પડાવ રતનપર રામજી મંદિર હતો અને પ્રવાસના આયોજક પ્રદીપભાઈએ રસોઈયાની વ્યવસ્થા રાખી હોય પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને ચા નાસ્તો કરાવ્યો હતો તેમજ જૂનાગઢ પહોંચી જૂનાગઢમાં રીક્ષાઓ દ્વારા અંધ ભાઈ-બહેનોને ગ્રુપ પાડી ઉપરકોટની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા સંસ્થાના સ્ટાફ દ્વારા મિત્ર ભાઈઓને એક એક જગ્યા વિશે અવગત કરવામાં આવતા હતા તેની સાથે સાથે પ્રવિણભાઈ ગાઈડ તરફથી જુનાગઢનો ઈતિહાસ અને ભાઈ-બહેનોને બતાવવામાં આવતો હતો ઉપરકોટના ઇતિહાસને જૈનાબાદ પ્રવાસ દામોકુંડ તરફ આગળ વધ્યો દામોકુંડમાં અંધ ભાઈ-બહેનોએ હાથ-પગ જબુડી આનંદની અનુભૂતિ કરી હતી. જીત ભાઈ પુરોહિત દ્વારા નરસિંહ મહેતાના ઇતિહાસ વિશે જાણવા મળ્યું ત્યારબાદ ભવનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા બપોરનું ભોજન પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રદીપભાઈ ના સ્ટાફ દ્વારા તૈયાર રાખવામાં આવ્યું હતું પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનોને બેસાડી પીરસી પ્રેમભાવથી ભોજન કરાવવામાં આવ્યું ભોજન બાદ અમારો પ્રવાસ ખોડલ ધામ મુકામે પહોંચ્યો માં ખોડલના દર્શન કરી નેત્રહીન ભાઈ-બહેનોએ ધન્યતા અનુભવી હતી
તેમજ રીટર્ન ફરતી વેળાએ લજાઈ પાસે આવેલા જોગ આશ્રમ ખાતે પણ મુલાકાત લેવામાં આવી હતી જ્યાં સંધ્યા ભોજન બનાવવામાં આવ્યું આવકાર હોટલના માલિક તરફથી પ્રજ્ઞાચક્ષુઓને ભોજન બાદ આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો પ્રદીપભાઈના પુત્રવધુ ભાવિશાબેન નો તા. ૧૮ ના રોજ જન્મદિવસ હોય જેની ઉજવણીના ભાગરૂપે આયોજિત પ્રવાસમાં ૭૫ પ્રજ્ઞાચક્ષુઓ જોડાયા હતા પ્રજ્ઞાચક્ષુઓએ પ્રવાસને ખુબ માણ્યો હતો અને પ્રજ્ઞાચક્ષુઓ સંસ્થાના અગ્રણી હાતિમ રંગવાલાએ સુંદર આયોજન કરનાર પ્રદીપભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.