મોરબી જીલ્લામાં માળિયા તાલુકાના નવલખી બંદર સહિતના વિસ્તારોમાં વાયુના સંભવિત જોખમને ટાળવા જીલ્લા વહીવટી તંત્રએ ભરેલા પગલા બાદ સ્થળાંતર કરેલ લોકોને તાકીદે રોકડ સહાય ચૂકવાય તેવી માંગ ધારાસભ્યએ કરી છે.
મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે સ્થળાંતરિત કરેલ લોકોને સમયસર ત્રણ દિવસનું પુખ્તવયના વ્યક્તિઓને પ્રતિદિન ૬૦ અને નાની ઉમરની વ્યક્તિને પ્રતિદિન ૪૫ લેખે કેશડોલ્સ ચુકવવાનો જે નિર્ણય લેવાયો છે. તેનો તાકીદે અમલ થાય અને લોકોને રોકડ સહાય વહેલીતકે મળે તે માટે જીલ્લા વહીવટી તંત્રને એક પત્ર પાઠવી માંગણી કરી છે.
વાવાઝોડા પહેલા વહીવટી તંત્રએ અને પદાધિકારીઓએ સાવધાની અને સમય સુચકતાથી લોકોને સુરક્ષિત કરેલ તે મુજબ અસરગ્રસ્ત લોકોને રોકડ સહાય મળવામાં એટલી જ ઝડપ દાખવાય તે જરૂરી છે. સ્થળાંતરિત કરેલ લોકોએ રોજગારી ગુમાવી છે અને આર્થિક નુકશાની થઇ છે.