મોરબી : જિલ્લામાં ટંકારા તાલુકો મહત્વનો વિસ્તાર છે. ટંકારાથી રાજકોટ, જામનગર અને મોરબી તરફ જવાઈ છે, પરંતુ ટંકારમાં બસ સ્ટેન્ડની સુવિધા જ ન હોવાથી મુસાફરોને રોડ પર ઉભું રહેવું પડે છે.
મહત્વની જો વાત કરવામાં આવે તો ટંકારા મહર્ષિ દયાનંદની જન્મભૂમિ છે અને સરકાર દ્વારા ટંકારાનો ટ્યુરીઝમ પ્લેસ તરીકે વિકસાવવા માટે આદેશ કર્યો છે અને દયાનંદની જન્મભૂમિની મુલાકાતે આર્યવિરો આવતા હોય છે છતાં પણ અહીં બસ સ્ટેન્ડ સુવિધા નથી, પરંતુ મુસાફરો એ જાતે જ ઉભો કરેલો પિક.અપ પોઈન્ટ પણ ચાર માર્ગી અને ઓવરબ્રિઝ બનતા છીનવાયુ છે, ત્યારે રાજકોટ મોરબી જવા માટે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ ઉપરાંત દરરોજ અભ્યાસ માટે હજારો વિદ્યાર્થીઓ અપ ડાઉન કરે છે તો વિધાર્થીઓને સમયસર બસ તો નથી મળતી પણ હાઇવે પર ઉભા રહેવાથી સ્વસ્થ્યની તકલીફ પફી રહી છે. જેથી ટંકારમાં બસ સ્ટેન્ડ બને તેવી માગ ઉઠી છે અને આર્ય સમાજ ટ્રસ્ટ દ્વારા પણ આશા વ્યક્ત કરવામાં આવી છે.