- ભારત છોડોનું એલાન થતા અભ્યાસ છોડી સેવા કાર્યમાં જોડાયા
- અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
- કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું
મોરબીઃ ગાંધીજીના વિચારોને જેમણે જિંદગીમાં સારી રીતે ઉતાર્યા છે. મુંબઈની વિલ્સન કોલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે 1942માં ગાંધીજીએ ક્વીટ ઇન્ડિયા -ભારત છોડોનું એલાન કર્યું, ત્યારે અભ્યાસ છોડીને મોરબી વિસ્તારને સમાજ સેવાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું. મૂલ્યનિષ્ઠ જીવન અને રાજકારણમાં આગળ તેવા ગોકળબાપા સતવારા જ્ઞાતિના મોભી અને ગુજરાતના જાહેર જીવનના આદર્શ અને ગૌરવ સમાન છે.
આ પણ વાંચોઃ હિમાચલ પ્રદેશના પ્રખ્યાત લેખક બદ્રિસિંહ ભાટિયાનું નિધન
વિધાનસભામાં અધ્યક્ષ, રાજ્ય સહકારી સંઘના પ્રમુખ સહિતના હોદ્દાઓ પર સેવા આપી
ગોકળદાસ પરમાર સામાજિક સેવા કાર્યો, સાથે રાજકારણમાં આગવી ઓળખ ઉભી કરીને પ્રજાની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. જેમાં મોરબી માળીયા વિસ્તારના ત્રણ ત્રણ વખત ધારાસભ્ય બન્યા, પૂર્વ ધારાસભ્ય તેવા ગોકળબાપાએ સતવારાજ્ઞાતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપી છે. ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય જમીન વિકાસ બેંન્કના ડિરેકટર તરીકે, ગુજરાત રાજ્ય માર્કેટિંગ સોસાયટીના ડિરેક્ટર તરીકે, રાજકોટ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે, રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, સર્વોદય એજયુકેશન સોસાયટીના પાયાના સભ્ય તરીકે, વિદ્યોતેજક મંડળના પ્રમુખ તરીકે મોરબી ખાદી ભંડારના પ્રમુખ તરીકે, ગુજરાત સભાના હિસાબ સમિતિના અધ્યક્ષ એટલું જ નહીં ધારાસભામાં પણ પોતે આઈએએસ તરીકે જાણીતા હતા.
ગોકલદાસ પરમારને અનેક એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા
ગોકલદાસ પરમારને અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે અને એવોર્ડ આપીને માનભેર વધાવવામાં આવ્યા છે. જેમાં વજુભાઈ સહાય એવોર્ડ હોય કે પછી કુંભકો દ્વારા મળેલો સહકારી મંડળીનો એવોર્ડ હોય કે પછી વ્યક્તિ વિશેષ ગૌરવ પુરસ્કાર હોય કે પછી ગુજરાતી રત્ન એવોર્ડ હોય ગોકળબાપાને દરેક જગ્યાએથી સન્માન પ્રાપ્ત થયું છે.
આ પણ વાંચોઃ ઇતિહાસકાર અને પદ્મશ્રી યોગેશ પ્રવીણનું નિધન થયું
કોરોનાની સારવાર દરમિયાન તેમનું નિધન થયું
મોરબી-માળિયા વિસ્તારના આગેવાનો દ્વારા 75 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી હતી. સતવારા સમાજે 75 વર્ષ પૂર્ણ થતા જ્ઞાતિ સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હાલ કોરોનાની મહામારીમાં તેમને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. કોવિડ કેર સેન્ટરમાં તેઓની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન તેમનું અવસાન થયું હતું.