- મોરબી માળિયા હાઈવે પર ફેકટરી પ્રદૂષણથી ખેડૂતોને પાકમાં નુકશાન
- ત્રણ ગામના 50 ખેડૂતોના ઉપવાસ શરુ, ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન
- અધિકારીઓએ સ્થળ વિઝીટ બાદ નુકશાન અંગે કોઈ જવાબ ન આપ્યો
મોરબીઃ મોરબી-માળિયા હાઈવે પર આવેલા હરીપર, કેરાળા અને ગાળા ગામના 50 જેટલા ખેડૂતોએ હાઈવે પર ઉપવાસ આંદોલન શરુ કર્યું છે ખેતરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતો રોષે ભરાયા છે અને ઉપવાસ આંદોલન શરુ કર્યું છે. જે મામલ ખેડૂત અમરશીભાઈ જણાવે છે કે તેની 10 વીઘા જમીનમાં કપાસ વાવ્યો હોય જે તમામ કપાસ નિષ્ફળ ગયો છે. ફેકટરીના પ્રદુષણને પગલે પાકને નુકશાન થયાનું ખેડૂત જણાવી રહ્યા છે. જે મામલે કલેકટર કચેરી સુધી રજૂઆત કરી હતી અને અધિકારીઓ સ્થળ વિઝીટ કરી જતા રહ્યા હતાં. પરંતુ કોઈ રીપોર્ટ આપ્યો નથી અને પાક નુકશાની વળતર અંગે કોઈ જવાબ આપ્યો નથી જેથી ઉપવાસ શરુ કર્યાનું જણાવ્યું હતું.
સરકારી તંત્ર એક બીજાને ખો આપી રહ્યો છે
તો ખેડૂતોના આંદોલન મામલે ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે ગામના ખેડૂતોની 500૦ એકર જમીનમાં પાક નિષ્ફળ ગયો છે જે અંગે કલેકટર, ખેતીવાડી અને પ્રદૂષણ બોર્ડ સુધી ખેડૂતોને સાથે રાખીને તંત્રને રજૂઆત કરી ન્યાયની માગ કરી હતી. પરંતુ સરકારી તંત્ર એકબીજાને ખો આપે છે. હજુ સુધી રીપોર્ટ કે જવાબ આપ્યો નથી તેમજ નુકશાની વળતર અંગે કોઈ પગલાં લેવાયા નથી. જેથી ખેડૂતોએ ઉપવાસ આંદોલન શરુ કર્યું છે અને વળતર ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સાઈટ વિઝીટ કરી, પ્રદૂષણ બોર્ડને જાણ કરી : ખેતીવાડી અધિકારી
આ બાબતે મોરબીના ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ જણાવે છે કે ખેડૂતોની ફરિયાદને પગલે અધિકારી ટીમે સાઈટ વિઝીટ કરી હતી અને પ્રદૂષણથી નુકશાની થયાનું જણાઈ આવે છે કુદરતી નહીં પરંતુ કૃત્રિમ નુકશાની છે જેથી નુકશાન ભરપાઈ કરવી જોઈએ. જે અંગે જીપીસીબીને જાણ કરી છે
તપાસ ચાલુ છે, ફેક્ટરીને નોટીસ ફટકારી : જીપીસીબી અધિકારી
મોરબીના જીપીસીબી અધિકારી કે, બી, વાઘેલા જણાવે છે કે ખેતીવાડી ખાતા તરફથી પત્ર મળ્યો છે જે અંગે તપાસ હાલ ચાલુ છે અને યોગ્ય કાર્યવાહી કરાશે. તો એક પ્લાસ્ટિક ફેક્ટરીને નોટીસ આપી હોવાનું પણ જણાવ્યું હતું
આ પણ વાંચોઃ શું સિંચાઈનું પાણી આપવા સરકાર અને નેતાઓ ખેડૂતોના આંદોલનની રાહ જુએ છે? : ખેડૂતો
આ પણ વાંચોઃ મોરબીના રાજપર નજીક જંગલ કટિંગ શરુ, જન્માષ્ટમી બાદ એરપોર્ટ કમ્પાઉન્ડ વોલનું કામ શરુ કરાશે