ETV Bharat / state

​​​​​​​મોરબીમાં ગેસના ધાંધિયાથી રોષે ભરાયેલા ઉદ્યોગકારોએ કર્મચારીઓને બનાવ્યા બંધક - Gujarat Gas

​​​​​​​મોરબીઃ સિરામિક એકમોને ગેસ પૂરવઠો મળી રહે તેવા માટે ગુજરાત ગેસ કંપની દ્વારા 20 ટકાનો કાપ મુકવામાં આવ્યો અને તેનું પાલન ન કરતા સીરામીક એકમો સામે ગેસ કંપનીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વધુ ગેસ ઉપયોગ કરતા સીરામીક એકમોનું ગેસ કંપની દ્વારા સપ્લાય રોકવામાં આવી છે. તેમજ રાત્રીના ગેસ કંપનીના કર્મચારીઓને ઉદ્યોગપતિઓએ બાનમાં લીધા અને પરિસ્થિતિ તંગ બન્યા બાદ કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

GSPC
author img

By

Published : May 3, 2019, 11:44 AM IST

મળતી વિગત મુજબ, મોરબી સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયર ઉપર પ્રતિબંધ મુકાયા બાદ મોરબીના તમામ સીરામીક એકમો નેચરલ ગેસ વાપરતા થયા છે. ગેસની વધેલી માંગના કારણે ગેસના તંગી અને બાદમાં ગેસ કંપની સાથે સીરામીક એસોસિએશનની મળેલી બેઠકમાં તમામ સીરામીકએકમોના ગેસ વપરાશ ઉપર 20 ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ નિર્ણય બાદ લિમીટ કરતા વધુ ગેસનો ઉપયોગ કરતા હોય તેવા સીરામીક એકમો સામે ગેસ કંપની દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 12 થી 15 સીરામીક એકમો જેઓ 150 ટકા જેટલો ગેસ વાપરતા હોવાનું જણાતા તેને ગેસ સપ્લાય રોકવામાં આવી છે. તો 190 સીરામીક ફેકટરીઓ એવી હતી જ્યાં 105 ટકાથી વધુ ગેસનો ઉપયોગ થતો હોવાથી. આ તમામ સીરામીક એકમોને વોર્નિંગ આપવામાં આવી છે. જો વધુ ગેસનો ઉપયોગ કરશે તો તેની સામે પણ આકરા પગલા લેવામાં આવશે, તેમ ગેસ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાત ગેસ દ્વારા 20 ટકાનો કાપ મુકી દેવામાં આવતા ઉધોગકારો રોષે ભરાયા હતા. બુધવારે રાત્રીના સમયે ફેકટરીમાં પૂરતું પ્રેસર ન મળતું હોવાનું બહાનું કાઢીને ગેસ કંપનીની ઈમરજન્સી ટીમને બોલાવામમાં આવી અને તેને બંધક બનાવી હતી. બાદમાં છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ આ બનાવની ગંભીર નોંધ લઈને મોરબી સિરામિક એસોસિએશનને પત્ર પાઠવી ઉધોગકારોને આવું ન કરવા માટે જણાવ્યું છે.

ઇમરજન્સી સ્ટાફને બંધક બનાવવમાં આવતા બીજા ગ્રાહકોની ફરિયાદનો નિકાલ થઈ શક્યો ન હોવાની જણાવી આવા કૃત્ય બદલ હવે ગુજરાત ગેસ કંપની કડક પગલા ભરવા મજબૂર બનશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. ગુજરાત ગેસ કંપનીની ઇમરજન્સી ટીમને સહકાર આપવા સૂચન કર્યું હતું. ગેસ કંપની દ્વારા લાંબાગાળાના આયોજન સાથે નવી લાઈન કામગીરી ચાલુ જ છે. થોડા દિવસોમાં ગેસની સમસ્યાનું નિરાકરણ આવી જશે તેમ ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

R_GJ_MRB_04_03MAY_GAS_KARMCHARI_BANDHAK_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_04_03MAY_GAS_KARMCHARI_BANDHAK_SCRIPT_AV_RAVI

મોરબીમાં ગેસના ધાંધિયાથી રોષે ભરાયેલ ઉદ્યોગપતિઓએ કર્મચારીઓને બંધક બનાવ્યા

ગેસ કંપનીએ સિરામિક એસોને કરી તાકીદ

વધુ ગેસ વાપરતા એકમો સામે કાર્યવાહી

મોરબીના સિરામિક એકમોને ગેસ પુરવઠો મળી રહે તે માટે ગુજરાત ગેસ કંપની દ્વારા ૨૦ ટકાનો કાપ મુકવામાં આવ્યો છે અને તેનું પાલન ન કરતા સીરામીક એકમો સામે ગેસ કંપનીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વધુ ગેસ ઉપયોગ કરતા સીરામીક એકમોનું ગેસ કંપની દ્વારા સપ્લાય રોકવામાં આવી છે તેમજ રાત્રીના ગેસ કંપનીના કર્મચારીઓને ઉદ્યોગપતિઓએ બાનમાં લીધા હતા અને પરિસ્થિતિ તંગ બન્યા બાદ કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે 

મળતી વિગત મુજબ મોરબી સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયર ઉપર પ્રતિબંધ મુકાયા બાદ મોરબીના તમામ સીરામીક એકમો નેચરલ ગેસ વાપરતા થયા છે.ત્યારે ગેસની વધેલી માંગના કારણે ગેસના ધાંધીયા અને બાદમાં ગેસ કંપની સાથે સીરામીક એસોસિએશનની મળેલી બેઠકમાં તમામ સીરામીકએકમોના ગેસ વપરાશ ઉપર ૨૦ ટકાનો કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ લિમિટ કરતા વધુ ગેસનો ઉપયોગ કરતા હોય તેવા સીરામીક એકમો સામે ગેસ કંપની દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૨ થી ૧૫ સીરામીક એકમો જે ૧૫૦ ટકા જેટલો ગેસ વાપરતા હોવાનું જણાતા તેને ગેસ સપ્લાય રોકવમાં આવી છે. તો ૧૯૦ સીરામીક ફેકટરીઓ એવી હતી જ્યાં ૧૦૫ ટકાથી વધુ ગેસનો ઉપયોગ થતો હોવાથી. આ તમામ સીરામીક એકમોને વોર્નિંગ આપવામા આવી છે જો તે વધુ ગેસનો ઉપયોગ કરશે તો તેની સામે પણ આકરા પગલા લેવામાં આવશે તેમ ગેસ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું 

ગેસ કંપનીની ઈમરજન્સી ટીમને બંધક બનાવી

સુત્રોંમાંથી મળતી માહિતી મુજબ ગુજરાત ગેસ દ્વારા ૨૦ ટકાનો કાપ મૂકી દેવામાં આવતા ઉધોગકારો રોષે ભરાયા હતા અને બુધવાર રાત્રીના સમયે ફેકટરીમાં પુરતું પ્રેસર ન મળતું હોવાનું બહાનું કાઢીને ગેસ કંપનીની ઈમરજન્સી ટીમને બોલાવામમાં આવી હતી અને તેને બંધક બનાવી હતી અને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા પરંતુ આ બનાવની ગંભીર નોંધ લઈને મોરબી સિરામિક એસોસિએશનને પત્ર પાઠવી ઉધોગકારોને આવું ન જણાવ્યું છે ઇમરજન્સી સ્ટાફને બંધક બનાવવમાં આવતા બીજા ગ્રાહકોની ફરિયાદનો નિકાલ થઈ શક્યો ન હોવાની જણાવી આવા કૃત્ય બદલ હવે ગુજરાત ગેસ કંપની કડક પગલા ભરવા મજબૂર બનશે તેવું સ્પષ્ટ પણે જણાવી ગુજરાત ગેસ કંપનીની ઇમરજન્સી ટીમને સહકાર આપવા સૂચન કર્યું હતું. ગેસ કંપની દ્વારા લાંબાગાળાના આયોજન સાથે નવી લાઈન કામગીરી ચાલુ જ છે થોડા દિવસોમાં ગેસનો પ્રોબ્લમ હલ થઈ જાશે તેવું ગેસના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.