ETV Bharat / state

મોરબીમાં કોરોનાની ગતિ ધીમી પડી, હોસ્પિટલોમાં બેડ ખાલી થયા - કોરોના હોસ્પિટલ મોરબી

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાના હાહાકાર વચ્ચે આખરે રાહત મળી છે અને મોરબી જિલ્લામાં 19 જેટલા કોવિડ કેર સેન્ટરમાં 688 બેડ ખાલી જોવા મળ્યા છે. મોરબીમાં કોરોનાના કહેર બાદ આખરે રાહતના સમાચાર મળી રહ્યા છે.

મોરબીમાં કોરોનાની ગતિ ધીમી પડી, હોસ્પિટલોમાં બેડ ખાલી થયા

author img

By

Published : May 5, 2021, 1:57 PM IST

  • કોવિડ કેર સેન્ટરમાં ઓકિસજન સહિતના બેડ ખાલી થયા
  • બેડ ખાલી થતા સંચાલકોમાં આનંદ, વહેલી તકે કોરોના મુક્ત થાય તેવી પ્રાથના
  • મોરબી જિલ્લામાં કુલ 2,560 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી

મોરબીઃ જોધપર ખાતે પાટીદાર કોવિડ સેન્ટર શરુ કરાયા બાદ તુરંત 300 બેડ ફૂલ થઇ ગયા હતા. પટેલ કન્યા છાત્રાલય ખાતે પણ 300 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે તમામ બેડ ફૂલ થઇ ગયા હતા. મોરબીમાં સીમ્પોલો કોવિડ કેર સેન્ટરના તમામ બેડ અને યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સમરસ કોવિડ કેર સેન્ટર પણ હાઉસફૂલ થઇ ગયું હતું. યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત 70 બેડની વ્યવસ્થા અને જય અંબે ગ્રુપ દ્વારા બેલા પાસે 100 બેડનું સેન્ટર શરુ કરવામાં આવ્યું હતું તેમજ સતવારા સમાજ અને બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે પણ કોરોના કેર સેન્ટર શરુ કરાયું હતું.

મોરબીમાં કોરોનાની ગતિ ધીમી પડી, હોસ્પિટલોમાં બેડ ખાલી થયા

આ પણ વાંચોઃ મોરબીમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાતા કુલ આંકડો 129 થયો

9થી વધુ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ સ્વસ્થ થતા 465 બેડ ખાલી થયેલા જોવા મળ્યા

તમામ સ્થળે બેડ ફૂલ થઇ ગયા હતા અને એક તબક્કે એવી સ્થિતિ સર્જાઈ હતી કે સામાન્ય લક્ષણો ધરાવતા જ નહિ ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને પણ બેડ મળતા ન હતા. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીઓની સારવાર કરવી પડે તેવા દ્રશ્યો જોવા મોરબીની ખમીરવંતી પ્રજા લાચાર બની હતી. જો કે, હવે સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે અને કોરોના કેર સેન્ટરમાં યોગ્ય સારવાર અને આધ્યાત્મિક તેમજ હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણને પગલે દર્દીઓ ઝડપથી રીકવર થઇ રહ્યા છે. જેથી 9થી વધુ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ સ્વસ્થ થતા 465 બેડ ખાલી થયેલા જોવા મળ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં એબ્યુલન્સની કતારો લાગતી થઇ બંધ

મોરબી જિલ્લામાં કોરોનાનો પ્રકોપ શાંત થયો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી, તે પણ બંધ થઇ ગઇ છે. ઓક્સિજન માટે દર્દીઓને ઠેર-ઠેર ધક્કા ખાવા પડતા હતા, તેમાં પણ રાહતના સમાચાર મોરબી વાસીઓ માટે મળ્યા હતા.

આ પણ વાંચોઃ મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ આવ્યા મદદે, 80 બેડનું કોરોના સેન્ટર શરૂ કરાયું

જિલ્લામાં 2,560 બેડમાંથી 136 જેટલા ઓક્સિજન બેડ ખાલી

મોરબી જિલ્લામાં કુલ 2,560 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 870 સામાન્ય બેડ, 3 વેન્ટીલેટર અને 136 ઓક્સિજન બેડ જિલ્લામાં ખાલી હોવાની માહિતી જિલ્લા અધિક કલેક્ટરે આપી છે. મોરબી જિલ્લામાં કોવિડ ડેઝીગનેટેડ 25 હોસ્પિટલ છે. જેમાં 817 બેડની વ્યવસ્થા છે, તેમાં 27 ઓક્સિજન તથા 37 સમાન્ય બેડ ખાલી છે તેમજ 19 કોરોના કેર સેન્ટરમાં 1,487 બેડની વ્યવસ્થા છે, જેમાં 109 ઓક્સિજન બેડ અને 579 સામાન્ય બેડ ખાલી છે, તો જિલ્લાના 5 કોવિડ હેલ્થ સેન્ટરમાં 265 બેડની વ્યસ્વ્થા છે, જેમાં 254 સામાન્ય બેડ ખાલી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.