મોરબી: જીલ્લા ભાજપ પરીવાર દ્વારા મોરબી શહેરના વોર્ડ નં 1 થી 13 માં સેનેટાઈઝર મશીનથી સેનીટાઇઝ કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. મોરબીની કલેકટર કચેરીના જમીન દફતર વિભાગમાં કાર્યરત વર્ગ 3 ના સર્વેયરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ જાહેર થયો હતો અને કર્મચારીના પોઝિટિવ રીપોર્ટને પગલે મોરબીની કલેકટર કચેરી સેનીટાઈઝ કરાઈ હતી.
કચેરીના વિવિધ રૂમમાં સેનીટાઈઝ કરવા ઉપરાંત ગેલેરી સહિતના વિસ્તારમાં સેનીટાઈઝ કરાયું હતું તો કોરોના પોઝિટિવ દર્દી જે શાખામાં કામ કરતો હતો, તે પણ હાલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરમાં કોરોના કહેર વધી રહ્યો છે, ત્યારે જીલ્લા ભાજપ પરિવાર દ્વારા આજે સેનીટાઇઝ કામગીરીનો પ્રારંભ સાંસદ મોહનભાઈ કુંડારીયાના કાર્યાલયથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પુર્વપ્રધાન જયંતીભાઈ કવાડીયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પુર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જ્યોતીસિંહ જાડેજા, જીલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ હુંબલ, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપ મહામંત્રી રીષીપ કૈલા, ભાવેશ કણઝારીયા, સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા, સહિત મોરબી જીલ્લા ભાજપની ટીમ અને મોરબી શહેર ભાજપ સંગઠન અને મોરબી નગરપાલિકાના કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા.