મોરબી: મોરબી શહેર અને જિલ્લામાં વિરામ બાદ મંગળવારે એક વિદ્યાર્થી સહિત 2 દર્દી કોરોના પોઝિટિવ (Corona cases in morbi) આવ્યા હતા. આ કોરોના પોઝિટિવ (Corona In Gujarat) દર્દીના સંપર્કમાં આવેલા વધુ 6 તરુણ સહિત 7 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર (health department morbi)માં દોડધામ મચી જવા પામી છે. 6 વિધાર્થી અને એક યુવાન એમ 7 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.
વિદ્યાર્થી અને સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા હતા
મંગળવારે એક વિદ્યાર્થી સહિતના 2 લોકો કોરોના પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય તંત્ર દ્વારા તાકીદના પગલા ભરીને દર્દીના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ મંગળવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે મોરબીની નવયુગ વિદ્યાલય (navyug vidhyalay morbi)માં વિધાર્થીના સંપર્કમાં આવેલા વિધાર્થી અને સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી મોરબી શહેરના 6 અને ટંકારાના 1 વિધાર્થી પોઝિટિવ આવ્યા છે.
મોરબીવાસીઓ શાનમાં સમજી જજો નહિ તો ત્રીજી લહેર દૂર નથી
મંગળવારે અન્ય એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો, જેના સંપર્કમાં આવેલા 31 વર્ષના પુરુષનો પણ આજે રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ મોરબી જિલ્લામાં આજે કુલ 7 કેસ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર સી.એલ. વારેવરિયાએ આપી હતી. મોરબી જિલ્લામાં એક સાથે 7 કેસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે અને લોકોને પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ (maks and social distancing in morbi)ના નિયમોનું પાલન કરવા, તેમજ વધુ લોકો રસી (vaccination in morbi) લે તે માટે અપીલ કરવામાં આવી છે. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને મોરબીવાસીઓ પણ સાવચેતી રાખે નહિતર ત્રીજી લહેર દૂર નથી.
આ પણ વાંચો: Corona Case In Rajkot : રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનું 24 કલાકમાં કોન્ટેક્ટસ ટ્રેસિંગ થઈ જશે: મનપા કમિશનર