- મોરબી વિધાનસભા પેટાચૂંટણીનો પ્રચાર
- સીએમ રૂપાણી મોડા આવતાં લોકો કંટાળ્યાં
- સીએમના ભાષણ દરમિયાન લોકોએ ચાલતી પકડી
મોરબીઃ ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાના સમર્થનમાં આજે સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સભાને સંબોધન કર્યું હતું. જેમાં સી. આર. પાટીલે સીએમ કાર્યકરોને નામથી ઓળખે છે તો કોંગ્રેસ પક્ષ પાસે કોઈ મુદો નથી જેથી ખોટી વાતો કરે છે. જયારે સીએમ વિજય રૂપાણીએ અમેરિકામાં પણ કોરોના વચ્ચે ચૂંટણી થઇ રહી હોવાનું જણાવ્યું હતું તો ખેડૂતના નામે કોંગ્રેસ મગરના આંસુ સારે છે. ભાજપ સરકાર ગરીબો અને ખેડૂતોની સરકાર હોવાનું જણાવ્યું હતું અને કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતાં.
- ચૂંટણી પ્રચાર માટેના કાર્યક્રમમાં સીએમ સહિત ભાજપ પ્રમુખ પણ રહ્યાં હાજર
મોરબીમાં સીએમની સભાનો કાર્યક્રમ એક કલાક મોડો શરૂ થયો હતો. જેથી સભામાં આવેલા લોકો કંટાળી ગયા હોય અને મુખ્યપ્રધાનના ભાષણ દરમિયાન કેટલાય લોકોએ ચાલતી પકડી હતી. જેથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી. વિપક્ષ સરકાર અને સંગઠન વચ્ચે ટકરાવના મુદ્દા ઉછાળે છે જેનો જવાબ સીએમ રૂપાણીએ આપ્યો હતો અને સરકારની જવાબદારી તેમની છે. તો સંગઠનની જવાબદારી સી. આર. પાટીલ સંભાળતાં હોઇ સરકારમાં સંગઠન અને કાર્યકરોને પૂરતું મહત્વ આપતાં હોવાનું જણાવ્યું હતું. આજે મુખ્યપ્રધાનની સભા પૂર્વે ઊર્જાપ્રધાન સૌરભ પટેલે મોરબી ખાતેથી વીજળીના ભાવમાં ઘટાડો કર્યો હતો. 19 પૈસાના ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. જેનો લાભ 1 કરોડ 40 લાખ ગ્રાહકોને થશે. જોકે ચૂંટણીની આચારસંહિતા લાગુ હોય ત્યારે આ જાહેરાત આચારસંહિતાનો ભંગ સમાન હોવાની ચર્ચા જામી હતી.