ETV Bharat / state

મોરબીમાં ભાજપનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી હાજરી - સિરામિક એસોસીએશન દ્વારા મુખ્યપ્રધાનની રજત તુલા કરવામાં આવી

મોરબી-રાજકોટ હાઈવે પર જે.પી ફાર્મ ખાતે જીલ્લા ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ(BJP's Sneha Milan program) યોજાયો હતો જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel), પ્રધાન બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિનોદ ચાવડા, ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, ભાજપ અગ્રણી જયંતી કવાડિયા, પ્રભારી દેવા માલમ, અને પૂર્વ ધારાસભ્ય કાન્તી અમૃતિયા સહિતનાં અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

મોરબીમાં ભાજપનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી હાજરી

author img

By

Published : Nov 14, 2021, 8:03 PM IST

  • સિરામિક એસોસીએશન દ્વારા મુખ્યપ્રધાનની રજત તુલા કરવામાં આવી
  • મોરબીમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
  • માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો નેવે મુક્યા

મોરબી: મોરબીમાં યોજાયેલ સ્નેહમિલન સમારોહ(BJP's Sneha Milan program)માં સિરામિક એસોસીએશન દ્વારા મુખ્યપ્રધાનની રજત તુલા કરવામાં આવી હતી(CM's silver was weighed by the Ceramic Association ). સભાને સંબોધતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, કાર્યકરોમાં રણછોડ દેખાવા જોઈએ જેથી બધા સોલ્યુશન થઇ જાય છે. મોરબીના ઉદ્યોગમાં હરીફાઈ નથી કોઈ ઉદ્યોગપતિ નીચે પડે તો બીજા તેને ઉપર લાવે છે તેમ ભાજપના કાર્યકરોએ એકબીજા સાથે હરીફાઈ ના કરવી જોઈએ પરંતુ એકબીજાને સાથ સહકાર આપવો જોઈએ ભાજપ બધાને સાથે લઈને ચાલનાર પાર્ટી છે.

મોરબીમાં ભાજપનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપી હાજરી

182નાં લક્ષ્યની યાદ પણ કાર્યકરોને અપાવી

મુખ્યપ્રધાને ભાજપનાં કાર્યકરોને જણાવ્યું હતું કે, કામ લઈને આવો તે કામો તરત કરી આપવામાં આવશે. સ્થાનિક લોકો સાથે કાર્યકર્તા કામ લઈને આવશે તો તેનું કામ કરી દઈને કાર્યકરોનો વટ પાડી દેવાની જવાબદારી અમારી છે. તેમજ ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ૧૮૨નાં લક્ષ્યની યાદ પણ કાર્યકરોને અપાવી હતી.

માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના નિયમો નેવે મુક્યા

મોરબીમાં ત્રણ માસ સુધી કોરોના કેસોમાં રાહત જોવા મળ્યા બાદ દિવાળીની રજાઓ બાદ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં જ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમો ભુલાયા હતા જેમાં આગેવાનો અને કાર્યકરો માસ્ક વિના નજરે પડ્યાં હતા.

આ પણ વાંચો : ધીમે ધીમે સમજાવટથી પરિક્રમાર્થીઓ ભવનાથ તરફ પરત થઈ રહ્યા છે

આ પણ વાંચો : નવસારીની યુવતી પર દુષ્કર્મ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ, મૃતદેહ અને ડાયરી મળ્યા બાદ થયા ચોંકાવનારા ખુલાસા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.