વધુમાં બ્રિજેશ મેરજાએ પોલીસની જગ્યા અંગે પણ માહિતી રજૂ કરી હતી. તારીખ 31-5-2019ની સ્થિતીથી લઇને જોઇએ તો મોરબી અને માળિયા શહેર તાલુકામાં કાર્યરત પોલીસ સ્ટેશનો, સ્ટાફનું સેટઅપ, પોલીસ સ્ટેશન દીઠ સંવર્ગવાર ભરાયેલી અને ખાલી જગ્યાઓની માહિતી અંગેના પ્રશ્નો ચર્ચામાં આવ્યા હતા.
આ માહિતીના પ્રશ્નોમાં ગૃહ પ્રધાને મોરબી સિટી એ ડિવીઝનમાં પોલીસ સબ ઇન્સ્પેકટરની 10 મંજૂર જગ્યા સામે 6 ભરેલી અને 4 ખાલી છે. આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 20 જગ્યા સામે 11 ખાલી છે. હેડ કોન્સ્ટેબલની 7 સામે 7 જગ્યા ખાલી છે, તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 172 સામે 118 ખાલી, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 45 સામે 35 જગ્યા ખાલી છે.
માળિયામાં બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની 1 જગ્યા સામે 1 ખાલી છે. હેડ કોન્સ્ટેબલની 10 સામે 4 ખાલી તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 36 જગ્યા સામે 26 જગ્યા ખાલી હોવાની માહિતી મળી હતી. આ તમામ જગ્યાઓની ભરતી સરકાર ધારે તો કરી શકે છે. તેથી મોરબીમાં પોલીસની ખાલી જગ્યાઓને પગલે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.
વધુમાં મોરબી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં પોલીસ સ્ટેશનની હદમાં કેટલો દેશી અને વિદેશી દારૂ તેમજ બીયરનો જથ્થો કેટલો ઝડપાયો તે અંગેનો પ્રશ્નના ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં 2 વર્ષમાં દેશી દારૂ 11,09,420ની કિંમતનો, વિદેશી દારૂ 6,54,58,600 કિંમતનો તેમજ 32,17,200 કિંમતનો બીયરનો જથ્થો ઝડપાયો છે.