- બ્રિજેશ મેરજાના વિરોધનો વીડિયો વાઈરલ
- કેનાલના પાણી માટે ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત
- સ્થાનિક નેતાઓ અને બ્રિજેશ મેરજાએ સમજાવતાં મામલો થાળે પડ્યો
- મોરબીમાં બ્રિજેશ મેરજાના પ્રચાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતની ઉગ્ર રજૂઆત
મોરબીઃ પેટાચૂંટણીમાં પ્નચારકાર્ય તેજીમાં થઈ રહ્યું છે. ચૂંટણી ઉમેદવારના પ્રચારકાર્યમાં અમુક ઉમેદવારને પ્રજાના મિજાજનો પરિચય પણ થઈ રહ્યો છે. મોરબી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પ્રચાર કરી રહ્યાં છે. જેમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરીને પ્રચાર કરતાં હતા દરમિયામ મોરબી તાલુકાના અમરનગર ગામ બાજુમાં આવેલ રોટરીનગર ગામે બ્રિજેશ મેરજાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એક ખેડૂતે કેનાલના પાણી મામલે રજૂઆત કરી હતી અને રજૂઆત ઉગ્ર બનતાં ગ્રામજનો અને સ્થાનિક નેતાઓ તથા બ્રિજેશ મેરજાએ સમજાવીને મામલો થાળે પાડ્યો હતો જે ઘટનાનો વીડિયો પણ ખૂબ વાઈરલ થઇ રહ્યો છે.
મોરબીમાં બ્રિજેશ મેરજાને થયો મતદારના મિજાજનો પરિચય, પ્રચાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતની ઉગ્ર રજૂઆત - Morbi Vidhansabha byelection
પેટા ચૂંટણી માટે ભાજપમાં ભળી ગયેલાં બ્રિજેશ મેરજા પોતાના વિસ્તારમાં ચૂંટણીલક્ષી પ્રચારકાર્ય કરી રહ્યાં છે. ત્યારે તેમને મતદારના મિજાજનો પરિચય થઈ ગયો હતો. બ્રિજેશ મેરજા અમરનગર-રોટરીનગર વિસ્તારમાં પક્ષ પ્રચારમાં હતાં ત્યારે કેનાલના પાણીના મુદ્દે ખેડૂતોના આક્રમક મિજાજનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સમયનો વીડિયો પણ સોશિઅલ મીડિયામાં ખૂબ ફરી રહ્યો છે.
મોરબીમાં બ્રિજેશ મેરજાને થઈ ગયો મતદારના મિજાજનો પરિચય, પ્રચાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતની ઉગ્ર રજૂઆત