મોરબી: હળવદમાં સવારે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેને કારણે બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની નવી 1900 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમ અગાઉથી જ 90 ટકા ભરાયેલો હતો અને ગુરુવારે પણ વરસાદ વરસતા ડેમ તેની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે.
આ ડેમની સપાટી 12.60 ફુટ છે, આ સપાટી સુધી પાણી છલોછલ ભરાઈ જતા નીચાણવાળા નવ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં ધનાળા, સુસવાવ, રાસીંગપર, મયુરનગર, મિયાણી, ચાડધરા, માનગઢ ટીકર સહિતના ગામના લોકોને નદીના પટમાં નહીં આવવા તથા માલ-મિલકત-ઢોરને સલામત સ્થળે ખસેડવા માટે ડેમના સેક્શન ઓફિસર દ્વારા સૂચના આપવામાં આવી છે.