ETV Bharat / state

મોરબી પેટા ચૂંટણીના પ્રતિષ્ઠા સમાન જંગમાં ભાજપે જીત મેળવી, અપક્ષ ઉમેદવારોએ બાજી ફેરવી - પેટાચૂંટણી 2020

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલ બ્રિજેશ મેરજા આજે પેટા ચૂંટણી જંગમાં વિજેતા જાહેર થયાં છે. મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીઓ પૂર્ણ થઇ ચૂકી છે અને 4649 મતોની લીડ સાથે બ્રિજેશ મેરજા વિજેતા બન્યાં છે. કોંગ્રેસ પક્ષે એડીચોટીનું જોર લગાવ્યાં છતાં અપક્ષ ઉમેદવારો તેમ જ નોટામાં પડેલાં મતોએ બાજી પલટી જીતનો હાર ભાજપના ગળે પહેરાવ્યો હતો.

મોરબી પેટા ચૂંટણીના પ્રતિષ્ઠા સમાન જંગમાં ભાજપે જીત મેળવી, અપક્ષ ઉમેદવારોએ બાજી ફેરવી

author img

By

Published : Nov 10, 2020, 8:29 PM IST

  • મોરબી પેટા ચૂંટણીના પ્રતિષ્ઠા જંગમાં ભાજપે જીત મેળવી
  • અપક્ષ ઉમેદવારોએ બાજી ફેરવી
  • બ્રિજેશ મેરજા 4649 મતથી વિજેતા બન્યાં

મોરબીઃ મોરબી પેટા ચૂંટણીમાં ગત 3 નવેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ આજે શહેરની પોલીટેકનીક કોલેજ ખાતે મત ગણતરી કરવામાં આવી હતી જેમાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યાં છે. મત ગણતરીમાં ઉમેદવારોને મળેલા મતોની વાત કરીએ તો કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ જેરાજ્ભાઈ પટેલને 60,062 ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને 64,711 મતો મળ્યા હતાં. તે ઉપરાંત ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇન્કિલાબ એ મિલત પાર્ટીના ઉમેદવાર ભટ્ટી હુશેનભાઈને 870 મતો મળ્યા હતાં, જયારે અપક્ષ ઉમેદવાર કાસમ સુમરાને 259, જાદવ ગીરીશભાઈને 191, જેડા અબ્દુલને 167, વસંત પરમારને 6649, બલોચ ઈસ્માઈલને 2107, ભીમાણી જ્યોત્સનાબેનને 539, મકવાણા પરષોતમભાઈને 513 અને મોવર નિજામને 3162 મતો મળ્યા હતાં. જયારે સિરાજ પોપટિયાને 1236 મતો મળ્યા હતાં જયારે 2886 મતો નોટામાં પડ્યાં હતાં. પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકેલી મોરબી વિધાનસભા પેટા ચૂંટણીને જીતવા ભાજપે કેન્દ્રીય મંત્રી ઉપરાંત રાજ્યના સીએમ, ડેપ્યુટી સીએમને મેદાને ઉતાર્યા હતાં. અને આખરે જંગ ભાજપે જીતી લઈને 2017માં ગુમાવેલી બેઠક પરત મેળવી છે. જીત નક્કી થતા બ્રિજેશભાઈ મેરજાએ મત ગણતરી કેન્દ્રથી પોતાના કાર્યાલય સુધી ભવ્ય વિજય સરઘસ યોજ્યું હતું તો સમર્થકોએ ફટાકડા ફોડીને તેમની જીતને વધાવી હતી.

અપક્ષ ઉમેદવારો તેમ જ નોટામાં પડેલાં મતોએ બાજી પલટી જીતનો હાર ભાજપના ગળે પહેરાવ્યો
  • અપક્ષ ઉમેદવારો 15,693 મતો લઇ ગયાં

    કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલે જીત મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને કોંગ્રેસ આગેવાનોથી લઈને કાર્યકરો સુધીના એકજૂટ થઈને જીત મેળવવા પ્રયાસ કર્યાં હતાં. જોકે અપક્ષ ઉમેદવારો 15,693 મતો લઇ ગયા હતાં એટલું જ નહીં નોટામાં પણ 2886 મતો પડ્યા હતાં જેણેે જીતની બાજી પલટી નાખી હતી તેમ કહી શકાય. તો વિજય મેળવ્યા બાદ બ્રિજેશ મેરજાએ પત્રકારો સાથેની વાતચીતમાં આ તેમની નહીં પરંતુ કાર્યકરો અને ભાજપ સંગઠનની જીત હોવાનું જણાવ્યું હતું. તો કાંતિલાલ અમૃતિયા ફેક્ટર વિશે પૂછતાં નો કમેન્ટ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.