ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં થોડા દિવસો પૂર્વે નવજાત બાળકીને ત્યજી દેવામાં આવી હતી. જેની જાણ થતા ટંકારા 108 અને પોલીસને થતા ટીમ ઘટના સ્થળે પહોંચીને બાળકીને રાજકોટમાં સારવાર માટે ખસેડી હતી.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી માતા મનીષાબેન બાબુભાઈ કોળી નેકનામની સીમમાથી ઝડપી લેવામાં આવી હતી. આરોપીની અટકાયત બાદ આરોપી દ્વારા કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી.
ટંકારાના સરકારી વકીલ પુજાબેન જોષીએ સરકાર તરફે કરેલી દલીલોને પગલે કોર્ટે આરોપી માતાની જામીન અરજી ફગાવી હતી અને જામીન ના મંજૂર કરવામાં આવી છે. નવજાત બાળકીને ત્યજી દેવામાં આવ્યા બાદ તેની હાલત ખરાબ હોવાથી સારવાર માટે ખસેડાઈ હતી. જો કે, માસૂમ બાળકીનું મોત થયું હોવાથી જેથી પોલીસે આરોપી માતા વિરુદ્ધ 304ની કલમનો ઉમેરો કર્યો છે.