બનાવની મળતી વિગત મુજબ ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિક્રમભાઈ આહિર ફરિયાદ નોંધાવી છે કે, ગત રાત્રિના સમયે અમને બાતમી મળી હતી કે ,જયપાલસિંહ ઝાલા નામના વ્યક્તિનો દારૂ એક મકાનમાં છે. ત્યા ટંકારા પોલીસના રવિ ગઢવી, મોહમ્મદભાઈ બ્લોચ, વિક્રમભાઈ આહીર અને પ્રવીણભાઈ મેવા સહિતના જવાનો રેડ કરવા ગયા હતા.
આ દારૂનો જથ્થો પોલીસ હાથમાં ન આવે તેના માટે જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ ઝાલા, હરદેવસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા, જસમત કોળી, અમૃત કોળી અને જયપાલસિંહના માતા અને અન્ય 3થી 4 અજાણ્યા લોકો સાથે મળી લાકડા ધોકા, પાઇપ અને પથ્થર વડે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.
જેમા પોલીસ કર્મીને ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઘટનનાની જાણ થતાં ટંકારા પોલીસ,એસ.પી.,ડી.વાય.એસ.પી., LCB, SOG સહિતની ટિમો ત્યાં દોડી ગઈ હતી અને પોલીસ પર હુમલો કરનાર શખ્સોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી.