ETV Bharat / state

મોરબીના અગ્રણી અજયભાઈ લોરીયા કોરોનાના દર્દીઓને લીલા નાળીયેર અને સંતરાનું કરશે વિતરણ - મોરબી કોરોના અપડેટ

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયા કોરોના મહામારી વચ્ચે 24 કલાક સેવાકાર્યો કરીને માનવતા મહેકાવી રહ્યા છે. દર્દીઓ માટે ઇન્જેક્શન, ઓક્સિજન, માસ્ક અને સેનિટાઈઝર સહિતની સેવા કરી રહ્યા હોય અને હવે દર્દીઓ માટે 35 હજાર લીલા નાળીયેર અને 10 હજાર કિલો સંતરા મંગાવ્યા છે. જે દર્દીઓને નિ:શુલ્ક વિતરણ કરશે.

લીલા નાળીયેર અને સંતરા દર્દીઓને વિતરણ કરવામાં આવશે

author img

By

Published : May 3, 2021, 12:15 PM IST

  • લીલા નાળીયેર અને સંતરા દર્દીઓને વિતરણ કરવામાં આવશે
  • ઉધોગપતિઓ પણ સેવામાં સાથે જોડાયા
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવા આપશે

મોરબી: જિલ્લાના યુવા અગ્રણી અજય લોરિયાએ આંધ્રપ્રદેશથી 35 હજાર લીલા નાળીયેર અને 10 હજાર કિલો સંતરા મંગાવ્યા છે. જે આવી જતા સોમવારથી દર્દીઓને નિ:શુલ્ક વિતરણ કરશે. મોરબી સિવિલ હોસ્પિટલ તેમજ હળવદ, વાંકાનેર અને માળિયાની હોસ્પિટલમાં રહેલા કોરોના દર્દીઓઓને લીલા નાળીયેર અને સંતરાનું વિતરણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવા આપશે

આ પણ વાંચો: મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો ફાળવ્યો

પાંચેય તાલુકામાં સરકારી હોસ્પિટલમાં માસ્કનું નિ:શુલ્ક વિતરણ

આ વિતરણ કાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સેવા આપશે અને દરેક દર્દીઓ સુધી પહોંચાડવામાં મદદ કરશે. સેવામાં મોરબી વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, સતીશભાઈ બોપલીયા, દિલીપભાઈ આદ્રોજા, અનિલભાઈ વડાવીયા સહિતના ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે.

આ પણ વાંચો: મોરબીમાં 58 લાખની કિંમતના નકલી રેમડેસીવીર ઇન્જેકશનના જથ્થા પર ગુજરાત પોલીસનો પંજો

તે ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલ, વાંકાનેર સિવિલ હોસ્પિટલ, હળવદ હોસ્પિટલ, ટંકારા અને માળિયા સરકારી હોસ્પિટલમાં 2,000-2,000 માસ્કનું વિતરણ પણ અજયભાઈ લોરિયાએ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.