મોરબી શહેરની રહેવાસી એક યુવતીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. માળીયાનો રહેવાસી સલીમ મિયાણા નામક એક શખ્સે તેને કામના બહાને લઇ જઇને મોરબીના જુના બસ સ્ટેન્ડથી તેને ગાડીમાં બેસાડી હતી. જે બાદ આગળથી તેની પત્ની સહિતનો પરિવાર ગાડીમાં આવશે. તેવા બહાના બનાવી ગાડીમાં બેસાડી લઇ ગયો હતો.
જો કે બાદમાં આરોપીનો પરિવાર ગાડીમાં નહીં આવતા યુવતીએ વિરોધ કર્યો હતો. જેને પગલે આરોપીએ ગાડીમાં છરી બતાવી ધમકીઓ આપી હતી. જે બાદ ગુંગણ ગામ જવાના રસ્તે ગાડી લઈને ત્યાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તો દુષ્કર્મ આચર્યા બાદ ફરીથી છરી બતાવી ધાક ધમકીઓ આપી યુવતીને કાર્યક્રમમાં પણ લઇ ગયો હતો.
જે દરમિયાન યુવતીને મોકો મળતા તેના ભાઈને હાઈ-વે પરની હોટલ બોલાવી લીધો હતો. બાદમાં તે ઘરે પહોંચી ગયા બાદ આ નરાધમ શખ્સની કરતુત અંગે જાણ કરી પરિવારે સાંત્વના આપતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ સમગ્ર મામલે તાલુકા પોલીસ વિભાગ દ્વારા દુષ્કર્મનો ગુન્હો નોંધી વધુ તપાસ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આરોપી સલીમ મિયાણા નામક આરોપીનું નામ સામે આવ્યું હતું. જે પોતે ફરાર થઇ ગયો હતો. તો આ આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી. ગુનામાં ઉપયોગ થયેલી કાર તથા છરી સહિતના હથિયારો પણ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.