ETV Bharat / state

મોરબીમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર નરાધમ ઝડપાયો - બાળકીનો મૃતદેહ

મોરબીમાં એક 7 વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ બાળકીનો મૃતદેહ નજીકની અવાવરું જગ્યાએથી મળી આવ્યો હતો. જે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવામાં આવી હતી. માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે.

નરાધમ ઝડપાયો
નરાધમ ઝડપાયો
author img

By

Published : Jan 24, 2021, 10:37 AM IST

મોરબીમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર નરાધમ ઝડપાયો

બાળકીને હવસનો શિકાર બનાવનાર નરાધમ બે બાળકોનો પિતા

ચોકલેટની લાલચ આપી બાળકીને ફસાવી

મોરબી : સાત વર્ષની બાળકીનું અપહરણ થયા બાદ દાટેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવી આશંકા સાથે પોલીસે બનાવની તપાસ ચલાવી હતી. જે બનાવ મામલે જિલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર આઈ એમ કોઢિયાની ટીમે એલસીબી અને તાલુકા પોલીસ ટીમને સાથે રાખીને તપાસ ચલાવી હતી.

બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર નરાધમ ઝડપાયો

બાળકીનું અપહરણ થયું તે સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા શંકાસ્પદ ઇસમની સઘન પૂછપરછ શરુ કરી હતી અને આરોપી દુર્ગાચરણ ઉર્ફે ટારજન રેગો ભગવાનભાઈ સૈવયા મૂળ ઝારખંડ વાળાને દબોચી લઈને વધુ તપાસ ચલાવી છે. તેમજ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.બાળકી સાથે દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેનાર નરાધમ ઇસમ પરિણીત હોવાનું ખુલ્યું છે. જેની પત્ની ત્રણેક વર્ષ પહેલા મૃત્યુ પામી છે. આરોપી બે સંતાનનો પિતા હોવાની માહિતી પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે.

ચોકલેટની લાલચ આપી બાળકીને ફસાવી

આરોપીએ બાળકી સિરામિકમાં રમતી હતી. તે દરમિયાન ચોકલેટની લાલચ આપી લઇ ગયો હતો. બાદમાં દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી હતી. આરોપી છેલ્લા સાત વર્ષથી મોરબી રહેતો હતો. અનેક વખત નોકરી મૂકી જતો રહેતો અને પરત ફરતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ બાળકીને હવસનો શિકાર બનાવી બાદમાં તેની હત્યા કરી હતી. તો બાળકીના મૃતદેહને દાટેલી હાલતમાં મૂકી મૃતદેહ નજરમાં ના આવે તે માટે પથ્થરથી ઢાંકી દેવાયો હતો. જોકે પોલીસે સઘન તપાસ ચલાવી મૃતદેહ શોધી કાઢ્યો હતો. આરોપીને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.