મોરબી : માળિયાના નવલખી બંદરે લોડ (Maliya Navlakhi port) કરવામાં આવતા કોલસામાં અનેક વખત ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટ સંચાલકો ચીટીંગ આચરતા હોવાના કિસ્સા બનતા રહે છે, ત્યારે આવો જ એક ચીટીંગને લઈને કિસ્સો તાજેતરમાં સામે આવતા ખળભળાટ મચી છે. જેમાં ટ્રક ચાલકે ખોટા ગેટ પાસનો ઉપયોગ (Coal Fraud in Maliya) કરીને નવલખી પોર્ટ ખાતેથી 41.600 ટન કોલસો 3.32 લાખની કિંમતનો ભરીને છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો : દહેજ સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી
ખોટી લોડીંગ પાસ બનાવી ટ્રકનું પરિવહન - ફરિયાદમાં જણાવ્યું છે કે, 17મીના રોજ સવારના સુમારે ઇન્ડિયા ક્રોપ લિમિટેડ વાળા આશુતોષનો ફોન આવ્યો હતો. જેમાં તેઓએ મોકલેલા રીપોર્ટમાં કંપનીમાંથી કુલ 37 ગાડી ભરાઈ હોવાનું જણાવતા તેઓએ 36 ગાડી ભરી હોવાનું જણાવી ગાડીના ટોકન ઇસ્યુ કરવામાં આવેલા હતા. તેમજ રીપોર્ટમાં ગાડી GJ-03-BT-8903નું જે ટોકન ઇસ્યુ કરેલી જે ગાડી બે વાર ભરાયેલી હોવાનું લખેલું છે. તેમ કહેતા સુપરવાઈઝર હિતેન્દ્રસિંહ જાડેજાને વાત કરી હતી અને તપાસ કરતા ચિરાગભાઈ વજન કાંટો કરતા હતા. તે જ લોડીંગ પાવતી બનાવતા હતા. તેથી વે બ્રીજ પર નોકરી કરતા આરોપી ચિરાગ ખીમાણીયાની પૂછપરછ કરતા તેના મોટાભાઈ જીતેન્દ્રે એક ગાડી માલિક છે. જે ગેરકાયદેસર કોલસો ભરવા બદલ ભાગમાં પૈસા આપવાના હોવાનું જણાવ્યું હતું
આ પણ વાંચો : કોલસાની કટોકટી ઉકેલવા માટે ‘સુપર શેષનાગ’, લંબાઈ જોઈને તમે દંગ રહી જશો
લાખોનો કોલસો ભરી છેતરપિંડી - આ ઉપરાંત હરેશ કોળીને ટ્રક GJ-12-AZ-8088 લઈને આવતા ખાલી ગાડીનો વજન કરાવી જુનું ટોકન કાઢીને લોડીંગ પાસ બનાવી આપ્યું હોવાનું જણાવ્યું હતું. આમ, ટ્રકના ડ્રાઈવર તેમજ અન્ય આરોપીઓએ ટોકન અને લોડીંગ સ્લીપ તેમજ ગેટ પાસ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને સાચા તરીકે ઉપયોગ કરીને ટ્રકમાં કોલસો આશરે 41,000 ટન કીમત 3.32 લાખનો છળ કપટપૂર્વક મેળવીને છેતરપિંડી આચરી (Coal Fraud Case) હોવાની ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુપરવાઇઝરે ફરિયાદ નોંધાવી - માળિયાના નવલખી બંદર ખાતે કાર્યરત જયદીપ એસોસીએટ (Coal at Navlakhi port in Maliya) પ્રાઈવેટ લીમીટેડ કંપનીના સુપરવાઈઝર સંજય ખીંટ આરોપી ટ્રક GJ-12-AZ-8088ના ચાલક હરેશ કોળી (રહે મોટા દહીંસરા), જીતેન્દ્ર ખીમાણીયા, ચિરાગ ખીમાણીયા (રહે બંને વવાણીયા) અને કાના આહિર (રહે મોટા દહીંસરા) વિરુદ્ધ છેતરપિંડીની (Coal Fraud Crime Case) ફરિયાદ નોંધાવી છે.