ETV Bharat / state

યોગ વિશેષઃ જુઓ નાનકડા ગામની 'મિસ વર્લ્ડ યોગીની' પૂજાનો અનોખો યોગ પ્રેમ - RONAK PANCHAL

મહેસાણાઃ જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા અંબાલા ગામની પૂજા પટેલને યોગ પ્રત્યે વિશેષ પ્રેમ છે. 9 વર્ષની ઉંમરથી જ યોગને પોતાના જીવનમાં હ્દયના ધબકાર બનાવી દેનાર આ યુવતીએ યોગના નામે અનેક ખિતાબ પોતાને શિરે કર્યા છે. ભારતીય સંસ્કૃતિરૂપ યોગને જીવનની સાધના બનાવવા માટે તમામને આહ્વાન કરતી પૂજા અને તેના યોગની શું છે કહાની, ચાલો જાણીએ ETV Bharatની આ વિશેષ રજૂઆતમાં...

yog
author img

By

Published : Jun 21, 2019, 3:43 AM IST

Updated : Jun 21, 2019, 11:53 AM IST

પૂજા યોગની સામ્રાજ્ઞિની છે, મિસ વર્લ્ડ યોગીની છે અને કહીએ તો યોગ માટે તેનું જીવન છે. મહેસાણાના એક નાનકડા ગામની પૂજા પટેલે 9 વર્ષની બાળ આયુથી જ પોતાના જીવનને યોગમાં ખપાવી દીધું હતું. ખેડૂત પરિવારમાં જન્મેલી આ દિકરીએ ટૂંકા સમયમાં યોગકલાને પોતાના જીવનમાં એ હદે સિંચન કર્યું કે, આજે તે મિસ વર્લ્ડ યોગીની બનીને દેશમાં જ નહીં, પરંતુ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પૂજાના ખેડૂત પિતા ઘનશ્યામભાઈ પટેલ પોતાના ઘરે ટીવીમાં યોગના વિવિધ કાર્યક્રમો જોતા હતા. જેમાંથી પોતાના સંતાનો પણ યોગ થકી તેમનું સ્વાસ્થ્ય સાચવે તે માટે પરિવારના તમામ સભ્યો સાથે યોગ કરવાની શરૂઆત કરી હતી.

ETV Bharatની ટીમ પહોંચી પૂજા પાસે...
ETV Bharatની ટીમ પહોંચી પૂજા પાસે...

આ દરમિયાન જ ઘનશ્યામભાઈની વહાલસોયી દિકરી પૂજાને યોગ કરતાં જોઈ પિતાને લાગ્યું કે, પૂજામાં યોગની અદભૂત કળા છુપાયેલી છે. જેને ફક્ત પ્રોત્સાહન મળે તો, તે ખૂબ જ પ્રગતિ કરી શકે છે તેવા સ્વપ્નનો શણગાર પોતાના હ્દયમાં કર્યો હતો. પોતાની દિકરીમાં રહેલી યોગની કળાને જાણતા ઘનશ્યામભાઈએ પોતાની દિકરીમાં યોગના કણ-કણનું સિંચન શરૂ કર્યું હતુ. દિકરીને આ ક્ષેત્રમાં સફળતા અપાવવા માટે તેમણે તન, મન અને ધન ખપાવી દીધા. જેના પરિણામ સ્વરૂપે મહેસાણા પંથકમાં પૂજા પટેલ યોગ માટે ઝળહળી ઉઠી અને જીવનમાં યોગની પ્રથમ પરીક્ષા પોતાની શાળામાં આપી હતી. જ્યાં શાળામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં તે પ્રથમ નંબરે આવી હતી. બાદમાં પૂજાએ સરકારના ખેલ મહાકુંભમાં અને નેશનલ કક્ષાએ યોજાતી યોગ સ્પર્ધામાં પોતાની અદભૂત કળાઓનું પ્રદર્શન કર્યુ હતુ. આ સ્પર્ધાઓમાં પણ તેણે પોતાની યોગની યોગ્યતાઓ સિદ્ધ કરી બતાવી હતી.

પૂજાને યોગ માટે ચીનમાં મળેલું સન્માન...
પૂજાને યોગ માટે ચીનમાં મળેલું સન્માન...

દેશમાં મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધરનાર પૂજાએ 2014માં 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ચીનના શાંઘાઈમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જ્યાં 300 યોગ સ્પર્ધકો વચ્ચે પોતાના આગવા કૌશલ્ય થકી વૈશ્વિક કક્ષાએ ભારતનો ડંકો વગાડ્યો હતો. પૂજાએ ચીનમાં સતત 3 વાર યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સુવર્ણ મેડલ અને કાસ્યચંદ્રક સાથે મિસ વર્લ્ડ યોગીનીનું સન્માન પ્રાપ્ત કરતા ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે.

વૈશ્વિક કક્ષાએ પૂજાએ હાંસલ કરી છે ખ્યાતિ...

યોગમાં ત્રણ વખત આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યા બાદ પણ પૂજા ભારતની સંસ્કૃતિને આગળ વધારવા અને દેશને વધુ ગૌરવ અપાવવા મક્કમ મને આગળ વધી રહી છે. જેમાં આગામી સપ્ટેમ્બર માસમાં ભારતની આ મિસ વર્લ્ડ યોગીની ભારતનું પ્રતિનિધિત્વ કરી વધુ એક સફળતા પ્રાપ્ત કરવા સાઉથ કોરિયામાં યોજાનાર યોગ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. જ્યાં તે નવો ઈતિહાસ રચવા માટે આતુર છે. પૂજા હવે યોગમાં 8 મિનિટમાં 120 યોગાસનો કરી વિશ્વમાં એક એવો અદભુત રેકોર્ડ રચશે, ત્યારે સરકારનો સહયોગ અને પૂજાની મહેનત વિશ્વ રેકોર્ડમાં ભારતની નામના વધારશે તે વાત નિશ્ચિત છે.

યોગ વિશેષઃ યોગની 'પૂજા', નાનકડા ગામની પૂજા બની મિસ વર્લ્ડ યોગીની!

પૂજા યોગનું મહત્વ સમજે છે અને આજે તે યોગને જીવન માની રહી છે, પરંતુ તે અને તેના પિતા વિસરતી જતી યોગની પ્રાચીન ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા સરકાર સાથે કદમથી કદમ મિલાવી જિલ્લાના કડી ખાતે યોગા ક્લાસીસ ચલાવી રહ્યા છે. જેમાં 7 વર્ષના નાના ભૂલકાંથી લઈ મોટા લોકો યોગની તાલીમ મેળવી રહ્યા છે. અહીં રોજ વહેલી સવારે અને સાંજે 4 કલાકે પૂજા અને તેના પિતા વધુ લોકો યોગમાં આગળ વધે અને યોગ થકી દેશનું ગૌરવ વધારે તે માટે પ્રયાસ કરતા યોગની તાલીમ આપી રહ્યા છે. તેમના આ કાર્યમાં તેમના શિષ્યો પણ યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવી રહ્યા છે. આમ ઘનશ્યામભાઈએ માત્ર પોતાની દિકરીને જ નહી, પરંતુ અન્ય બાળકોમાં પણ યોગનું સિંચન કરી મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

આજે ભાગદોડના જીવનમાં યોગના સંજોગો કયાંક વિસરાઈ ગયા છે. ત્યારે આજે એક ખેડૂત પિતા અને તેમની દિકરી પૂજાએ યુવાનો અને બાળકોને યોગ તરફ વાળવા પ્રેરણારૂપ સાબિત થયા છે. પૂજા માને છે કે, યોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું અને નિરોગી રહે છે અને જો દેશમાં તમામ લોકો યોગ કરશે તો દેશમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અમર રહેશે.

આ સમગ્ર અહેવાલ જણાવે છે કે, ખરા અર્થમાં જાણે યોગની 'પૂજા' થઈ રહી છે...

પૂજા પટેલની યોગમાં સિદ્ધીઓની નાનકડી ઝલક...

  • પૂજાને મળ્યું છે મિસ વર્લ્ડ યોગીનીનું સન્માન.
  • ખેલ મહાકુંભમાં છેલ્લા 7 વર્ષ થી ગોલ્ડ મેડાલીસ્ટ છે પૂજા.
  • પૂજાએ યોગ ક્ષેત્રે મેળવ્યા છે 73 મેડલો.
  • પૂજા પાસે બેસ્ટ યોગીનીના 62 ગોલ્ડ મેડલો છે.
  • યોગનીની પ્રસિદ્ધિ થકી પૂજા પાસે 180 સન્માનપત્રો છે.
  • પૂજા નાની વયે 117 ટ્રોફીથી સન્માનિત થઈ ચૂકી છે.
  • પૂજાને 250થી વધુ યોગાસનનું જ્ઞાન પ્રાપ્ત છે.
  • પૂજાએ 250થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.
  • પૂજા ઇન્ટરનેશનલ લેવલે ચાઇનામાં 3 વાર ગોલ્ડ મેડલ જીતી છે.
  • આગામી સપ્ટેમ્બરમાં પૂજા સાઉથ કોરિયામાં યોજાનાર યોગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
  • પૂજા યોગમાં બનાવવા જઈ રહી છે વિશ્વ રેકોર્ડ, પૂજા 8 મિનિટમાં સતત 120 યોગાસન કરી વિશ્વ રેકોર્ડ રચશે.

Intro:Body:

યોગ વિશેષઃ યોગની 'પૂજા', નાનકડા ગામની પૂજા બની મિસ વર્લ્ડ યોગીની!

મહેસાણાઃ જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા અંબાલા મૂળની પૂજા પટેલને યોગ પ્રત્યે વિશેષ પ્રેમ છે. 9 વર્ષની ઉંમરથી જ યોગને પોતાના જીવનમાં હ્દયના ધબકાર બનાવી દેનાર આ યુવતીએ યોગના નામે અનેકો ખિતાબ પોતાને શિર કર્યા છે. ભારતીય સંસ્કૃતિરૂપ યોગને જીવનની સાધના બનાવવા માટે તમામને આહ્વાન કરતી પૂજા અને તેના યોગની શું છે કહાની, ચાલો જાણીએ ETV Bharatની આ વિશેષ રજૂઆતમાં...

એ યોગની સમ્રાન્જીની છે, મિસ વર્લ્ડ યોગીની છે અને કહીએ તો યોગ માટે તેનું જીવન છે. મહેસાણાના એક નાનકડા ગામની પૂજા પટેલે 9 વર્ષની બાળઆયુથી જ પોતાના જીવનને યોગમાં ખપાવી દીધું હતુ. ખેડૂત પરિવારમાં જન્મેલી આ દિકરીએ ટુંકા સમયમાં યોગકલાનું પોતાના જીવનમાં એ હદે સિંચન કર્યું કે આજે તે મિસ વર્લ્ડ યોગીની બનીને દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેના ખેડૂત પિતા નામે ઘનશ્યામભાઈ પટેલ પોતાના ઘરે ટીવીમં યોગના વિવિધ કાર્યક્રમો જોતા હતા. જેમાંથી પોતાના સંતાનો પણ યોગ થકી તેમનું સ્વાસ્થ્ય સાચવે તે માટે પરિવારના તમામ સભ્યો સાથે યોગ કરવાની શરૂઆત કરી હતી.

આ દરમિયાન જ ઘનશ્યામભાઈની વ્હાલસોયી દિકરી પૂજાને યોગ કરતાં જોઈ પિતાને લાગ્યું કે પૂજામાં યોગની અદભૂત કળા છુપાયેલી છે. જેને ફક્ત પ્રોત્સાહન મળતા તે ખૂબ જ પ્રગતિ કરે તેવું સ્વપ્નનો શણગાર પોતાના હ્દયમાં કર્યો હતો. બેસી રહી આ કળા ઉજાગર ન થાય તે જાણતા ઘનશ્યામભાઈએ પોતાની દિકરીમાં યોગના કણ-કણનું સિંચન શરૂ કર્યું હતુ. દિકરીને આ ક્ષેત્રમાં સફળતા અપાવવા માટે તેમણે તન, મન અને ધન ખપાવી દીધા. જેના પરિણામ સ્વરૂપે મહેસાણા પંથકમાં પૂજા પટેલ યોગ માટે ઝડહળી ઉઠી અને જીવનમાં યોગની પ્રથમ પરીક્ષા પોતાની શાળામાં આપી, જ્યાં શાળામાં યોજાયેલી યોગ સ્પર્ધામાં તે પ્રથમ આવી. બાદમાં પૂજાએ સરકારના ખેલ મહાકુંભમાં અને નેશનલ કક્ષાએ યોજાતી યોગ સ્પર્ધામાં પોતાની અદભૂત કળાઓ સાથે જંપ લાવ્યું હતુ. આ સ્પર્ધાઓમાં પણ તેણે પોતાની યોગની યોગ્યતાઓ સિદ્ધ કરી બતાવી હતી.

દેશમાં મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધરનાર પૂજાએ 2014માં 19થી 21 સપ્ટેમ્બર દરમિયાન ચીનના શાંઘાઈમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લીધો, જ્યાં 300 યોગ સ્પર્ધકો વચ્ચે પોતાના આગવા કૌશલ્ય થકી વૈશ્વિક કક્ષાએ ભારતનો ડંકો વગાડ્યો હતો. પૂજાએ ચીનમાં સતત 3 વાર યોજાયેલી આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી સુવર્ણ મેડલ અને કાસ્યચંદ્રક સાથે મિસ વર્લ્ડ યોગીનીનું સન્માન પ્રાપ્ત કરતા ફક્ત ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ વધાર્યું છે.

યોગમાં ત્રણ વાર મળેલ આંતરરાષ્ટ્રીય વિજય બાદ પણ પૂજા ભારતની સંસ્કૃતિને આગળ વધારવા અને દેશને વધુ ગૌરવ અપાવવા મક્કમ મને આગળ વધી રહી છે. જેમાં આગામી સપ્ટેમ્બર માસમાં ભારતની આ મિસ વર્લ્ડ યોગીની ભારતનું પ્રતિનિધિત્વ કરી વધુ એક સફળતા પ્રાપ્ત કરવા સાઉથ કોરિયામાં યોજાનાર યોગ કોમ્પિટિશનમાં ભાગ લેવા જઈ રહી છે. જ્યાં તે નવો ઈતિહાસ રચવા માટે આતુર છે. પૂજા હવે યોગમાં પોતે 8 મિનિટમાં 120 યોગાસનો કરી વિશ્વમાં એક એવો અદભુત રેકોર્ડ રચશે. ત્યારે સરકારનો સહયોગ અને પૂજાની મહેનત વિશ્વ રેકોર્ડમાં ભારતની નામના વધારશે તે વાત નિશ્ચિત છે.

પૂજા યોગનું મહત્વ સમજે છે અને આજે તે યોગને જીવન માની રહી છે, પરંતુ તે અને તેના પિતા વિસરતી જતી યોગની પ્રાચીન ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા સરકાર સાથે કદમ થી કદમ મિલાવી જિલ્લાના કડી ખાતે યોગાક્લાસિસ ચલાવી રહ્યા છે. જેમાં 7 વર્ષના નાના ભૂલકાંથી લઈ મોટા લોકો યોગની તાલીમ મેળવી રહ્યા છે. અહીં રોજ વહેલી સવારે અને સાંજે 4 કલાકે પૂજા અને તેના પિતા વધુ લોકો યોગમાં આગળ વધે અને યોગ થકી દેશનું ગૌરવ વધારે તે માટે પ્રયાસ કરતા યોગની તાલીમ આપી રહ્યા છે. તેમના આ કાર્યમાં તેમના શિષ્યો પણ યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ મેડલો મેળવી રહ્યા છે, આમ ઘનશ્યામભાઈ ના માત્ર પોતાની દિકરી પરંતુ અન્ય બાળકોમાં પણ યોગનું સિંચન કરી પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

આજે ભાગદોડના જીવનમાં યોગના સંજોગો કયાંક વિસરાયેલા છે, ત્યારે આજે એક ખેડૂત પિતા અને તેમની દિકરી પૂજાએ યુવાનો અને બાળકોને યોગ તરફ વાળવા પ્રેરણા રૂપ સાબિત થયા છે. પૂજા માને છે કે યોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સારું અને નિરોગી રહે છે અને જો દેશમાં તમામ લોકો યોગ કરશે તો દેશમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ અમર રહેશે.

પૂજા પટેલની યોગમાં સિદ્ધીઓની નાનકડી ઝલક...

પૂજાને મળ્યું છે મિસ વર્લ્ડ યોગીનીનું સન્માન.

ખેલ મહાકુંભમાં છેલ્લા 7 વર્ષ થી ગોલ્ડ મેડાલીસ્ટ છે પૂજા.

પૂજાને પાસે યોગ ક્ષેત્રે મેળવ્યા છે 73 મેડલો.

પૂજા પાસે બેસ્ટ યોગીનીના 62 ગોલ્ડ મેડલો છે. 

યોગનીની પ્રસિદ્ધિ થકી પૂજા પાસે 180 સન્માનપત્રો છે.

પૂજા નાની વયે 117 ટ્રોફીથી સન્માનિત થઈ ચૂકી છે.

પૂજાને 250થી વધુ યોગાસનનું જ્ઞાન પ્રાપ્ત છે.

પૂજાએ 250થી વધુ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે.

પૂજા ઇન્ટરનેશનલ લેવલે ચાઇનામાં 3 વાર ગોલ્ડ મેડલ જીતી છે.

આગામી સપ્ટેમ્બરમાં પૂજા સાઉથ કોરિયામાં યોગ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

પૂજા યોગમાં બનાવવા જઈ રહી છે વિશ્વ રેકોર્ડ, પૂજા 8 મિનિટમાં સતત 120 યોગાસન કરી વિશ્વ રેકોર્ડ રચશે

Conclusion:
Last Updated : Jun 21, 2019, 11:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.