મહેસાણા : જિલ્લામાં નશાનો કારોબાર દિન પ્રતિદિન(Drug Business Gujarat) વકરતો જઈ રહ્યો છે. એવામાં જિલ્લા પોલીસ વડાના આદેશથી મહેસાણા SOG પોલીસની ટીમે(Special Operations Group Mehsana) જિલ્લામાં વિવિધ જગ્યાએ તપાસ શરૂ કરતાં વિસનગર શહેરના મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોનો વેપાર થતો હોવાની બાતમી મળતા SOGની ટીમે વિસનગરના વડનગરી દરવાજા વિસ્તારમાં દરોડા પાડતા રજીયાબાનું નામની મહિલા પાસેથી 3.04 લાખની કિંમતનો 30.490 કીગ્રા જેટલો ગાંજાનો જથ્થો(Amount of Cannabis in Mehsana) મળી આવ્યો હતો.
3.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મહિલાને કસ્ટડીમાં લેવાઈ
વિસનગર શહેર ટાઉન પોલીસ નિંદ્રાધીન રહી ત્યાં મહેસાણા જિલ્લા SOGની ટીમે વિસનગર શહેર પોલીસ મથક વિસ્તારમાંથી મસમોટો ગાંજાનો જથ્થો(Cannabis Seized In Mehsana) ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. SOG દ્વારા સ્થળ પરથી મળી આવેલ નશીલા ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન સહિત કુલ 3.07 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરી મહિલા આરોપી રજીયાબાનું અને તેના સાથી વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચોઃ કપાસના પાક વચ્ચે ગાંજો ઉગાડતો યુવાન ઝડપાયો
મહિલા આરોપીની ધરપકડ, રાજુ નામના ફરાર આરોપીની શોધખોળ
વિસનગરમાં નશાનો કાળો કારોબાર કરતા શખ્સો સામે SOG પોલીસે કાયદેસરની કાર્યવાહી(Cannabis Seized In Visnagar) હાથ ધરી છે. જેમાં મહિલા આરોપી રજીયાબાનુંની ધરપકડ કરાઈ છે. જો કે આ કાળા કારોબારમાં રાજુ નામનો મુખ્ય સૂત્રદ્ધાર SOG ટીમને હાથ નથી લાગ્યો. જેની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.