શિક્ષણ એ વ્યક્તિ રાષ્ટ્ર અને સમાજના ઘડતરનો પાયો છે. ત્યારે શૈક્ષણિક સંસ્થાઓની પ્રગતિ અને વિકાસ એ વિદ્યાર્થીઓમાં સારા શિક્ષણનું સિંચન કરવા માટે પાયાની જરૂરિયાત સારે છે. ત્યારે મહેસાણા જિલ્લાના પિલવાઈ ગામે આવેલ ઉત્તર પૂર્વ ગુજરાત કેળવણી મંડળ દ્વારા સંચાલિત આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કૉલેજને રાષ્ટ્રી સ્તરે NAACની ત્રીજી સિકલમાં 3.45 CGPA સાથે A+ ગ્રેડેશન મળ્યું છે. જેની ખુશીઓની અભિવ્યક્તિ કરતા કૉલેજ ખાતે ખાસ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, આ કૉલેજ એ મહાનુભાવોનું ઘડતર કરનાર છે. જેઓ આજે સમાજ વચ્ચે અગ્રેસર રહ્યા છે. જેમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, APMC ચેરમેન રમણભાઈ પટેલ, પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ સહિતના વ્યક્તિઓ આ સંસ્થામાં શિક્ષણ મેળવી ચુક્યા છે. જેમનું સંસ્થા દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે.
પિલવાઈની આ શૈક્ષણિક સંસ્થા દ્વારા અભિવાદન સમારોહ સાથે કેમ્પસમાં એક નવીન હોલ માટે ભૂમિ પૂજન કરતા પાયાની પ્રથમ ઇંટ મૂકી ભૂમિ પૂજન કરાયુ છે. ત્યારે આવનાર સમયમાં શૈક્ષણિક સેવા સાથે આ કૉલેજના વિધાર્થીઓમાં ટેલેન્ટની સર્જનાત્મક શક્તિના વિકાસ માટે આ હોલમાં વિવિધ એક્ટિવિટી સહિત કલચર પ્રોગ્રામ પણ શક્ય બનશે.