મહેસાણા: ઊંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલનું કોરોનાને કારણે મોત થયું છે. મહેસાણા સ્થિત ઊંઝા ખાતે આવેલી એશિયાની પ્રથમ શ્રેણીની APMC ઊંઝામાં વર્તમાન પેનલમાં રહી વાઇસ ચેરમેન તરીકે સેવા આપતા શિવમ રાવલ કે કોરોનાની જપેટમાં આવી ગયા હતા.
શિવમ રાવલ બે મહિના પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમને પ્રાથમિક સારવાર બાદ તબિયત વધુ ખરાબ થતાં અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. પરંતુ કોરોનને કારણે તેમના ફેફસામાં ઇન્ફેક્શન વધી રહ્યું હોવાથી તેમની હાલત ગંભીર થઈ હતી અને વધુ સારવાસ મળે તે પહેલાં તેમનું મોત થયું હતું.
ઊંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલના મૃત્યુના સમાચાર પ્રસરતા સમગ્ર ઊંઝા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શિવમ રાવલના પાર્થિવ દેહને ઊંઝા ખાતે આવેલા બાલાજી રિસોર્ટ પર લાવી અંતિમક્રિયા કરવામાં આવશે.