ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર સુધી મહા લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવશે. જેમાં ભોજન પ્રસાદ માટે યજ્ઞ શાળાની બાજુમાં અન્નપૂર્ણા કમિટીના 3 હજાર સભ્યો તેમજ 250 ઊંઝાના રાજપુરોહિતો દ્વારા 4 વિઘા જમીનમાં 50 ચૂલા તૈયાર કરાયા છે.
ભોજન પ્રસાદ સાથે આ ઉમિયા માતાજીના ધામ ઊંઝાને આંગણે લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે છે. જે માટે વિશાળ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે જગ્યાને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર કરી શુદ્ધિકરણ કર્યું છે. તદ્દોપરાંત અહીં આવતા દર્શનાર્થીઓ અને નાના ભૂલકાઓ માટે વિશેષ કારીગરી કરતા કારીગરોએ વિવિધ દેવીદેવતાની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવેલી છે. જે પ્રદર્શન માટે જુદી જુદી જગ્યા પર ગોઠવવામાં આવશે.
પાટીદારનાં કુળદેવી અને સમગ્ર વિશ્વમાં હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા ઊંઝા ઉમિયા માતાજી મંદિરે દર્શનાર્થીઓના દર્શન માટે 750 mનું રેલિંગ બનાવી છે. લોકો દર્શન કરવા જઈ શકે તેવી લાઈનોની વ્યવસ્થા કરાઈ છે. મહોત્સવની મુલાકાત અને માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોને ઉમિયા બાગમાં પ્રવેશ કરતા વિશાળ 8 જગ્યાએ જવાના મોટા પ્રવેશદ્વાર મુકવામાં આવશે.
યજ્ઞશાળા, ભોજનશાળા અને ગર્ભગૃહ આવરજવર માટે લોકોને સરળતા રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે છે. મહત્વનું છે કે આ મહોત્સવ માટે નેશનલ હાઇવે ઓર્થોરિટી અને કેન્દ્ર સરકારને આયોજકોએ રજુઆત કરી છે. 5 દિવસના મોહત્સવ દરમિયાન ઊંઝાથી પસાર થતા અમદાવાદ દિલ્લી નેશનલ હાઇવે પણ ડાયવર્જન આપવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સહિતના મહાનુભાવો અને સાધુ સંતોને આમંત્રિત કર્યા છે.
ઊંઝામાં યોજાનાર લક્ષ ચંડી મહાયજ્ઞ માટે આયોજન કરતી વિવિધ કમિટીઓ દ્વારા સમગ્ર તૈયારીઓ અંતિમ તબક્કા પર ચાલી રહી છે.