ETV Bharat / state

કડીમાં ખેતરમાં એકલી મહિલા પર હુમલો કરી લૂંટારુઓ મહિલાના કડલા લઈ ફરાર - ગુનાહિત પ્રવૃતિઓ

મહેસાણા જિલ્લામાં બિહારવાળી જોવા મળી રહી છે એટલે કે જિલ્લામાં ગુનાઓની સંખ્યા બિહારની જેમ વધી રહી છે. જિલ્લામાં હવે છાશવારે હત્યા, લૂંટ, ધાડ, મારામારી અન અપહરણની ઘટના બની રહી છે. ત્યારે જિલ્લામાં એક મહિલા ખેતરમાં કામ કરવા જઈ રહી હતી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો એકલતાનો લાભ ઉઠાવી મહિલાના હાથમાં પહેરેલા કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા.

કડીમાં ખેતરમાં એકલી મહિલા પર હુમલો કરી લૂંટારુઓ મહિલાના કડલા લઈ ફરાર

author img

By

Published : Jun 8, 2021, 2:09 PM IST

  • કડી કરણનગરમાં ખેતમજૂરી કરતી મહિલા પર હુમલો કરી લૂંટ ચલાવાઈ
  • મહિલાને માર મારી હાથે પહેરેલ ચાંદીના કડલા લૂંટી લેવાયા
  • આ ઘટનાથી ખેતરે જતી એકલી મહિલાઓમાં ભય ફેલાયો
  • કડી પંથકમાં વધતી જતી ગુનાહિત પ્રવૃતિઓ પોલીસ માટે શરમજનક

મહેસાણાઃ રાજ્યમાં ગૃહ વિભગ દ્વારા સેવા, શાંતિ અને સલામતી માટે પોલીસને હંમેશા પ્રોત્સાહિત કરવામાં આવે છે, પરંતુ મહેસાણામાં આવેલું કડી પંથક આજે ગુનાની દૃષ્ટિએ બિહારની જેમ જોવા મળી રહ્યું છે. અહીં, છાશવારે હત્યા, લૂંટ, ધાડ, મારામારી, અપહરણ જેવી ઘટનાઓ ઘટી રહી છે તો કેટલાક ગુનાઓ વર્ષો વીતવા છતાં વણઉકેલાયેલા જોવા મળે છે ત્યારે કડી વિસ્તારમાં પોલીસ માટે વધુ એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં ખેતરે કામ કરવા જિરલ કરણનગરની એક મહિલા પર એકલતાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. અને ત્યારબાદ તેને ગંભીર ઈજા પહોંચાડી મહિલાએ પહેરેલા કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો- કામરેજમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હોટલમાં ઘૂસી માલિકને માર મારી લૂંટ ચલાવી

મહિલાની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ

આ અંગેની વિગત અનુસાર, કડીના કરણનગર વિસ્તારમાં ખેતરમાં કામ કરતાં 34 વર્ષીય મહિલા કોકિલાબેન ખેતરમાં એકલા હતા. તે દરમિયાન તેમના ખેતરમાં અજાણ્યા લૂંટારુઓ આવ્યા હતા અને તેમને માથાના ભાગે ઈજા પહોંચાડી તેમના હાથમાં પહેરેલા ચાંદીના કડલા લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો- વડોદરા હાલોલ પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

મહિલાનું નિવેદન નોંધી પોલીસે તપાસ શરૂ કરી

જોકે. મોડે સુધી ખેતરે ગયેલા મહિલા પોતાના ઘરે ન આવતા તપાસ કરતા બનાવની જાણ પરિવારને થતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને કડીમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે મહિલાને મહેસાણા રિફર કરવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોનું નિવેદન લઈ સમગ્ર બનાવ અંગે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી અને લૂંટ કરી હોવાના મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડી વિસ્તારમાં બનેલી વધુ એક લૂંટની ઘટનાને લઈ કડી પોલીસ સહિતનો કાફલો હરકતમાં આવી ગયો છે ત્યારે જોવાનું રહેશે કે આ લૂંટારું શખ્સો કયારે પોલીસની પકડમાં આવે છે અને ખેતરમાં જતી મહિલાઓમાં આ બનાવને લઈ વ્યાપેલો ભય ક્યારે દૂર થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.