- વિસનગર અંતિમધામમાં શબવાહીનીનું મળ્યું દાન
- કડીના સુથાર પરિવારે 16 લાખની શબવાહિનીનું કર્યુ દાન
- શબવાહીનીના દાતાના હસ્તે કરાયું લોકાર્પણ
મહેસાણાઃ જિલ્લાના વિસનગરમાં આવેલા અદ્યતન સ્મશાન ગૃહ ખાતે સંચાલન કરતા અંતિમ વિસામો ટ્રસ્ટ માટે સરકાર દ્વારા એક શબવાહીની આપવામાં આવી હતી. જોકે સ્મશાન ગૃહના વિકાસ બાદ વધુ એક શબવાહીનીની જરૂરિયાત હોવાથી એક દાતા દ્વારા શબવાહીની ભેટ આપવામાં આવી છે.

માણસનો જન્મ થાય ત્યારથી પોતાના જીવન દરમિયાન અનેક યાત્રાઓ કરતો હોય છે. જેમાં મોંઘીદાટ ગાડીઓ અને સુખ સુવિધા ભોગવતા હોય છે. પરંતુ જીવનના બે સત્ય જન્મ અને મરણ વચ્ચે જીવનની અંતિમયાત્રા મુક્તિધામમાં પૂર્ણ થતી હોય છે. ત્યારે ગરીબ કે અમિર વચ્ચેના ભેદભાવ આ મુક્તિ ધામમાં છૂટી જતા હોય છે, ત્યારે સમાજના અને નાગરિકોના હિતમાં છેલ્લા ઘણા સમયથી વિસનગર ખાતે આવેલા સ્મશાનગૃહનું સંચાલન અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જ્યાં સમાજના કોઈ પણ પરિવારોને દુઃખની ઘડીએ ખાપણ કીટ સહિત અંતિમયાત્રા માટે શબવાહીનીની સેવા આપવામાં આવે છે.

અદ્યતન સુવિધાઓ સાથેનું સ્મશાનગૃહ
જોકે વિસનગરમાં આવેલા અંતિમ ધામનો વિકાસ થતા અહીં દેવી દેવતાઓના મંદિર નિર્માણ કરાયા છે. તેમજ રમણીય વાતાવરણ વચ્ચે સ્વર્ગવાસીના પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવા ગેસ ભઠ્ઠી, વુડન ભઠ્ઠી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અહિં મોટા ભાગના પરિવારો પોતાના સ્નેહીજનોના અવસાન બાદ અંતિમ વિદાય માટે વિસનગરના સ્મશાનગૃહમાં આવતા હોય છે.
કડીના સુથાર પરિવારે 16 લાખની શબવાહિનીનું કર્યુ દાન
અહિ સરકાર દ્વારા અપાયેલી એક શબ વાહીની ઉપરાંત વધુ એક શબવાહીનીની જરૂરિયાત વર્તાઈ રહી હતી. જોકે આ બાબત આયોજકો થકી કડીના એક સુથાર પરિવારને ધ્યાને આવતા તેઓએ વિસનગર અંતિમધામ માટે ટ્રસ્ટને 16 લાખના ખર્ચે એક શબવાહીની ભેટ રૂપે અર્પણ કરી છે.
દાતાના હસ્તે કરાયું લોકાર્પણ
આ શહવાહિનીનું વિસનગરના ધારાસભ્ય અને ટ્રસ્ટના કાર્યકર્તાઓ સાથે શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. હાલ આ સેવા કાર્યને જોતા સમાજની જરૂરિયાત પૂરી કરવા દાતાઓ અન્ય લોકોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.