- જિલ્લામાં દિવાળી પર્વ પર મીઠાઈ બજારનો માહોલ
- આરોગ્યના ધ્યાન માટે લોકોએ શુ રાખવી તકેદારી
- ડાયાબીટીસના દર્દીઓ માટે મિષ્ટાન..?
મહેસાણાઃ જિલ્લામાં દિવાળી પર્વને લઈ મીઠાઈ માર્કેટના શુ છે હાલ..? દિવાળી પર્વ પર ભારે પડી શકે છે સ્વાદનો ચસ્કો..? ડાયાબીટીસના દર્દીઓ માટે કેવી રહી શકે છે મીઠાઈઓ..? દિવાળીમાં આરોગ્ય માટે શું રાખવી જોઈ તકેદારી..?

હિન્દૂ ધર્મમાં આવતા દિવાળીના અનેરા દીપોત્સવી પર્વની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. ત્યારે ધનતેરસથી લક્ષ્મીજીની પૂજા સાથે દિવાળી અને નવા વર્ષની શરૂઆત કરવામાં આવતી હોય છે. ત્યારે આ દિવાળી પર કોરોના ગ્રહણ હોવાથી મીઠાઈ બજારનો માહોલ મંદીના ઓથાર હેઠળ જોવા મળી રહ્યો છે. આ વર્ષે કોરોનાના પગલે 50 ટકા જ મીઠાઈઓ બનાવી વેપાર કરવામાં આવી રહ્યો છે. જોકે નવા વર્ષની શરૂઆત સાથે મીઠાઈને આરોગવા સહિત સ્વાસ્થય મામલે શુ તકેદારી રાખવી જોઈએ ? તેના સૂચનોમાં તબીબોના મતમતાંતર શુ રહ્યા છે....?

દિવાળીના તહેવારમાં મીઠાઈના વેપારીઓને નડ્યુ કોરોના ગ્રહણ.!
કોરોના મહામારી વચ્ચે ઇતિહાસમાં પહેલી વાર દિવાળીના તહેવારનો સંજોગ સર્જાયો છે. ત્યારે તહેવારના આગમન સાથે વેપારની આશા રાખી બેઠેલા મીઠાઈ ફરસાણના વેપારીઓ દર વર્ષની સરખામણીએ 50 ટકાથી પણ ઓછો વેપાર કરી રહ્યા છે. જેમને કોરોના સમયના લોકડાઉનની અસર સાથે વેપારમાં મંદી પડ્યા પર પાટું સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે. મીઠાઈની સીઝનમાં ઓછા વેપારના એંધાણ વચ્ચે મીઠાઈ વેચનારા વેપારીઓએ પણ આ વર્ષની સીઝનમાં 50 ટકા જેટલી જ મીઠાઈઓ બનાવી છે. જેમાં ડ્રાયફૂટ અને માવાની અવનવી, આકર્ષિત અને સ્વાદની સુવાસ ફેલાવે તેવી મીઠાઈઓ બજારમાં વેચાઈ રહી છે.
બહારનો આહાર આરોગવો એ સ્વાસ્થ્ય માટે હાનિકારક
જોકે વેપારીઓના મતે આ સિઝન નિષ્ફળ રહેવા પામી છે. તબીબોના મત મુજબ બહારની મીઠાઈ સહિતની વાનગીઓ સ્વસ્થ્ય માટે જોખમી નીવડી શકે છે. હાલમાં એક ઋતુમાંથી બીજી ઋતુ બદલાઈ રહી છે. આ કોરોના મહામારી દરમિયાન બજારમાં હરવું ફરવું કે બહારનો આહાર આરોગવો એ સ્વાસ્થ્ય માટે ચોક્કસથી હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ સરકાર દ્વારા અપાયેલી છૂટછાટ બાદ બજારમાં મીઠાઈ ફરસાણની દુકાનો ખુલી જતા કેટલાક લોકો બજારની તૈયાર મીઠાઈઓ ખરીદી કરી રહ્યા છે.
ડાયાબીટીસના દર્દીઓ માટે મિષ્ટાન..?
આ મીઠાઈઓ કેટલી તાજી અને શુદ્ધ છે તે જાણવું જરૂરી છે, તો બીજી તરફ ડાયાબીટીસના દર્દીઓ માટેના તહેવાર હોય કે ન હોય મિષ્ટાન ચીજ વસ્તુઓ આરોગવી ન જોઈએ. કારણ કે, તે ડાયાબીટીસના દર્દીઓ માટેની દવા લેતા હોવા છતાં પણ જો ગળપણની માત્રા વધી જાય ત્યારે એક ગોળીથી વધારે ગોળી ગળવી પડે છે. જે શરીરના અવયવો અને માનસિક સ્થિત પર અસર કરી શકે છે. આથી ડાયાબીટીસના દર્દીઓ માટેના દર્દીઓએ પોતાની જાતે જ ઘરની બનાવેલી યોગ્ય ખાણી પીણી લેવી જોઈએ, આથી બજારમાં લાગતી વળગતી જગ્યાએ બિનજરૂરી રીતે જવું વધુ હિતાવહ ગણી શકાય છે.