- આરોપીઓએ ષડયંત્ર કરી યુવક પાસેથી 2,23,84,000 રૂપિયા પડાવ્યા
- મહેસાણા બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ LCBને સોપાઈ
- ખોટા નામથી મેસેજ કરી ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવવા પૈસા પડાવ્યા
મહેસાણાઃ જિલ્લાના રાધનપુર રોડ પર આવેલા અણમોલ વિલમાં રહેતા 2 બાળકોના પિતા એવા પરિણીત વ્યક્તિને ઓનલાઈન ફ્રેન્ડશિપ માટે આવેલા લોભામણી સ્કીમમાં જોડાવું ભારે પડ્યું છે, જેમાં એક વર્ષ અગાઉ ભોગ બનનારા પર અજણાયા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં રવિ નામની ઓળખ આપી તેઓ સ્પાનો વ્યવસાય કરે છે તેવું જણાવ્યું હતું. પછી 8 મહિના બાદ ફરી રવિ નામના વ્યક્તિનો મેસેજ આવ્યો હતો અને વાતચીત કરી વિશ્વાસ કેળવી ફ્રેન્ડશિપ ક્લબમાં જોડાવવા પેટે 1,500 રૂપિયા બેન્ક એકાઉન્ટથી ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ પણ વાંચોઃ 10 ટકા માસિક વળતરની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ત્રણ આરોપીની ધડપકડ
આરોપીઓએ યુનિવર્સલ ફ્રેન્ડશિપ કેટેગરીમાં રજિસ્ટ્રેશનના નામે પૈસા પડાવ્યા હતા
પૈસા ટ્રાન્સફર કરાવ્યાના 3 દિવસ બાદ ફરી એક નવા નંબરથી જિતેન્દ્ર પટેલ નામના શખ્સે ફ્રેન્ડશિપ ક્લબના માણસની ઓળખ આપી ફોટો અને આઈડી માગી એક છોકરીનું પોર્ટફોલિયો મોકલ્યો હતો, જેમાં યુવતીનો નંબર હોઈ ટેન પર સંપર્ક કરતા ધ્રુવિકા સવાણી નામની યુવતી સાથે સંપર્ક થયો હતો અને તેને યુનિવર્સલ ફ્રેન્ડશિપ કેટેગરીમાં રજિસ્ટ્રેશનના નામે 29,600 રૂપિયા પડાવ્યા હતા. આમ, આરોપીઓએ પૂર્વ આયોજિત ષડયંત્ર રચી આ યુવતી સાથે મિત્રતા કરવા અને તેની સાથે શારીરિક સંબંધ બંધવાના નામે મેડિકલ ચેકઅપ કરાવવાના જુદા જુદા બહાના હેઠળ લાખો રૂપિયા પડાવ્યા હતા, જેથી ભોગ બનનારો પોતે છેતરાયાનો અહેસાસ થતા પૈસા પરત આપવા આરોપીઓને કહ્યું હતું.
આ પણ વાંચોઃ રેમડેસીવીર ઈન્જેકશન માટે ઓનલાઈન રૂપિયા લઈ છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ
મહેસાણા LCBને વધુ તપાસ સોંપાઈ
જોકે, આરોપીઓએ પૈસા પરત આપવા મામલે પણ ટેક્સ ભરવા સહિતના જુદા જુદા બહાના બતાવી છેલ્લા માત્ર 3 જ મહિનામાં 2,23,84,000 રૂપિયા પડાવી લીધા હતા, જે રકમ પરત ન આવતા અંતે ભોગ બનનારે મહેસાણા બી ડિવિઝન પોલીસમથકે પોતાની આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે કલોલના અવધપુરી સોસાયટીમા રહેતા ટીનુ ગોવિંદ પટેલ, રવિ, નરોડા-અમદાવાદના રહેવાસી જિતેન્દ્ર પટેલ, અને ધ્રુવિકા સવાણી નામની યુવતી સહિત કુલ 4 આરોપીઓ સામે IT એક્ટ 66(d) અને છેતરપિંડી સહિત જાહેરનામાના ભંગ અંગે 420, 419, 120 B મુજબ ગુન્હો નોંધી મહેસાણા LCBને તપાસ સોંપી છે.
મહેસાણા LCBની ટીમે ફરિયાદના ગણતરીના કલાકોમાં એક આરોપીને ઝડપી લીધો
મહેસાણા બી ડિવિઝન વિસ્તરમાં યુવતીઓ સાથે મિત્રતા માણવાની મોહમાયા બતાવી યુવક પાસે 2.23 કરોડ રૂપિયાની છેતરપિંડીની ઘટના નોંધાતા ગુનાની ગંભીરતા જોતા મહેસાણા LCBને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે મહેસાણા LCB એ ટેક્નિકલ સર્વેલન્સ સહિતની ટીમની મદદ લઈ તપાસ કરતા ગુનામાં સામેલ ટીનુ પટેલને તેના રહેઠાણ કલોલથી ઝડપી પાડી હસ્તગત કરવામાં આવ્યો છે, જેનો કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ રિપોર્ટ આધારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કોરોના કાળમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બન્યા પરંતુ કોઈકે જ ફરિયાદ માટે હિંંમત દાખવી
મહેસાણા જિલ્લામાં કોરોના કાળમાં લૉકડાઉનથી લઈ અત્યાર સુધી અનેક એવા છેતરપિંડીના કિસ્સાઓ બનાવ છે, જેમાંથી કેટલાક લોકોએ બદનામીના ડરથી ફિરિયાદ નથી કરી તો જેટલા લોકોએ હિંમત દાખવી ગુનેગારોને પકડાવી ગુનાહિત કૃત્યો અટકાવવા પોલીસની મદદ લઈ કાર્યવાહી કરાવી છે.
મોટા ભાગના લોકો બદનામીના ડરથી ફરિયાદ નથી નોંધાવતાઃ LCB
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે તપાસ મળતાની સાથે તપાસ કામગીરી શરૂ કરતાં એક આરોપી ટીનુ પટેલ કલોલથી ઝડપાઈ ગયો હોવાની માહિતી આપી હતી. જ્યારે આટલી મોટી રકમ કોઈ કેમ આપી શકે એવું શું કારણ હોય તે વિશે તેમને ફરિયાદીને ફરી બોલાવી નિવેદન લેવામાં આવશે. તો આ પ્રકારની ઘટનામાં ફરિયાદી કેમ હિંમત જતાવતા નથી અથવા પહેલા પોલીસની લે તો આટલી મોટી રકમ ગુમાવવી ન પડે ને? તે વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગે ભોગ બનનારા સમાજમાં બદનામ થાવના ડરથી બનાવ અંગે પોલીસને જાણ નથી કરતા,પરંતુ જો કોઈ પણ કિસ્સામાં ભોગબનનાર પોલીસનો સંપર્ક કરે અને કાયદેસરની કાર્યવાહી માટે આગળ આવે તો ગુનેગારો સુધી પોલીસ પહોંચી શકે અને આ પ્રકારના વધુ ગુના બનતા અટકી શકે માટે બદનામીનો ડર છોડી સમાજના અન્ય લોકો ભોગ ન બને અને પોતાને ન્યાય મળે માટે કાયદેસરની કાર્યવાહી માટે દરેક ભોગબનનારે આગળ આવવું જોઈએ.